________________
શ્લોક-૧૬૦
૪૭૭
(શ્લોક-૧૬૦)
(શાર્દૂલવિક્રીડિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१६०।। હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છે -
શ્લોકાર્ધ :- [ તત્ સ્વતઃ સિદ્ધ જ્ઞાનમ્ વિન પર્વ ] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [ સનારિ ] અનાદિ છે, [ સનત્તમ્ ] અનંત છે, [ Hવનં ] અચળ છે. [ રૂદ્ધ વાવ તાવત્ સવા રવ દિ ભવેત્ ] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, મિત્ર દ્વિતીયોય ન ] તેમાં બીજાનો ઉદય નથી. [ તત્ ] માટે [ સત્ર કાવરિઅમ્ વિગ્વન જ ભવેત્ ] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું. એકાએક) કાંઈ પણ થતું નથી. [ જ્ઞાનિનઃ તમી: છત: ] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયે સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. | ભાવાર્થ - કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી, માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને ? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્ન :- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?
સમાધાન :- ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી શ્રુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.