________________
૪૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જાણનારું તેવો જે આત્મા તે અધિષ્ઠાન છે. એ બધા ગુણ ને પર્યાયનો આધાર તે પોતે આત્મા છે. આહા.! એ અધિષ્ઠાન છે. નયના અધિકારમાં. આહાહા...!
આવું જાણતા “જ્ઞાનીને મરણનો ભય કક્યાંથી હોય?’ આહા..! જીવતી જ્યોત જ્યાં પડી છે, એનો અભાવ કે દિ થાય? આહા.! દેહ છૂટે તો છૂટે, આહા! એ તો આવી ગયું છે ને? આ લોક ને પરલોકનો ભય જ્ઞાનીને નથી. આ લોકમાં બધી આ સામગ્રી રહેશે, કેમ રહેશે કે નહિ? પણ એ સામગ્રી મારી નથી ને કેમ રહેશે શું? હું કેમ રહીશ એ તો મારું મારા હાથમાં છે અને પરલોકમાં ક્યાં જઈશ? ક્યાં જાય પરલોકમાં? પોતે જ્યાં છે ત્યાં પોતામાં જ છે. આહાહા...!
કહ્યું હતું છે, “શ્રીમને એકે પૂછ્યું હતું. આપણે ઓલી શૈલી છે ને? “કૃષ્ણ” ક્યાં ગયા? (તો કહ્યું, “કૃષ્ણ' આત્મામાં છે. જ્યાં ગયા ત્યાં તું ક્ષેત્રથી જોવ છો, પણ એ છે આત્મામાં. ઓલું નરકનું છે ખરું ને એટલે. આહા. સમકિતી નરકમાં પડ્યો છતાં એ આત્મામાં છે, નરકમાં નથી. એવો ઉત્તર આપ્યો છે. ઓલાને બીજું પૂછવું હતું. કૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં છે ત્યાં ઈ આત્મામાં છે. આહાહા.! કારણ કે દૃષ્ટિ અને પ્રગટી છે અને દૃષ્ટિનો સ્વામી, ધણી તો હાથમાં આવ્યો છે. ઈ ત્યાં છે. સમજાય છે કાંઈ? એ ધર્મી રાગમાં નથી, શરીરમાં નથી, બહારના જીવનમાં નથી. આહાહા... “ઈશ્વરભાઈ! આવી ઈશ્વરતા છે એની, એમ કહે છે. આહાહા.! “હરતા ફરતા પ્રગટ હરિ દેખું, મારું જીવન સફળ તબ દેખું એ જીવન છે. શરીરે જીવવું-ફીવવું એ કંઈ આત્માનું જીવન છે જ નહિ.
“સ: તે. “સ:' એટલે તે જ્ઞાની. “સ્વયં” પોતે. “સતત નિરંતર. “નિરશ: સને વર્તતો થકો. ‘સહજ જ્ઞાનને...” “સદનું જ્ઞાનં સવા વિતિ સ્વભાવિક જ્ઞાનને વેદે છે. સ્વભાવિક જ્ઞાન તો ત્રિકાળ છે પણ તેને વેદે છે એ પર્યાય પણ સ્વભાવિક છે. આહાહા...! છે? “સ: નામ તે જ્ઞાની. તે તે. ‘તે આવ્યું ને? તે તો..” “વાં એટલે પોતે. કોઈની અપેક્ષા વિના. આહાહા.! “નિઃશંક વર્તતો થકો...” નિઃશંક વર્તતો થતો. ભગવાન પૂર્ણાનંદનો નાથ હું છું (એમ) નિઃશંકપણે વર્તતો થકો. આહાહા.! “સહજ જ્ઞાનને...” સ્વભાવિક જ્ઞાનને “સદા અનુભવે છે.”
ભાવાર્થ:- ‘ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇકિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. સાદી ભાષામાં કહ્યું. “જ્ઞાન અવિનાશી છે.” કારણ કે એ તો અવિનાશી છે. અને તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; આહાહા...! તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. લ્યો.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)