________________
શ્લોક-૧૫૯
૪૭પ સમજાણું કાંઈ? એટલે પછી ઈ ભાવમાં નાખ્યું. પણ છે ઈ ભાવભાવ. ત્રણ ભાવ છે ત્યાં. એક ભાવ વિદ્યમાન પર્યાયને પ્રગટ કરે, એક ભાવ વિકારી પર્યાયથી રહિતપણે થાય અને એક ભાવને ભાવ એ છે તેવો છે તેવો છે તેવો રહ્યા જ કરે. આહાહા...! ક્રમબદ્ધના પરિણામમાં એ નિર્મળ પરિણતિ થયા જ કરે. ‘ચંદુભાઈ! આવું છે. આહાહા...! ઝીણું તત્ત્વ, ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનો વિષય એ અલૌકિક તત્ત્વ છે.
એ અહીં કહે છે, હું તો જ્ઞાનપ્રાણ છું ને! હું તો જ્ઞાન શબ્દ આખા આત્માના સ્વભાવરૂપી પ્રાણ છું ને આહાહા.! સમ્યગ્દષ્ટિ આમ માને છે. સમ્યગ્દષ્ટિ (એટલે) એમ નહિ (કે) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરી, એમ નહિ. આહાહા...! જેણે પૂર્ણાનંદનો નાથ અનંતા ગુણોનો સાગર ભગવાન, એને પર્યાયમાં સપેટામાં લઈ લીધો છે. સમજાણું કાંઈ? આહાહા.! તાળા ખોલી નાખ્યા છે, કહે છે. હૈ?
મુમુક્ષુ :- અડ્યા વિના.
ઉત્તર :- હા, અડ્યા વિના. આહાહા..! ભગવાન છે, બાપુ! બધા ભગવાન છે, હોં! શરીરને ન જો, સ્ત્રી ને પુરુષ એવા શરીરને ન જો. આહાહા.! એ તો બધા ભગવાન છે. પરમાત્માના સ્વભાવથી ભરેલા ભગવાન છે. પોતાને ભગવાન તરીકે ભાળ્યો તો બીજાને ભગવાન તરીકે જ જોવે છે છે. આહાહા.! પર્યાયદષ્ટિ ટળીને સ્વભાવદષ્ટિ થઈ તો સ્વભાવને ઈ જોવે છે, તો બીજાને પણ પર્યાયથી કેમ જોવે છે? પર્યાય છે એની એનું જ્ઞાન કરે પણ આદરવામાં તો ઓલો દ્રવ્ય સ્વભાવ છે. સમજાણું કાંઈ એમાં? એમ કહ્યું છે. પ્રત્યે દરેક આત્મા શુદ્ધ છે તે આદરણીય છે, સિદ્ધાંતમાં એમ લખ્યું છે. સમજાય છે? આહાહા.! એ આ અપેક્ષાએ. મારું સ્વરૂપ જ સ્વયંસિદ્ધ ત્રિકાળ છે. એવો જ ભગવાન બધા આત્માનો ત્રિકાળી સ્વયંસિદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે અંદર. આહા.! જેની પર્યાયબુદ્ધિ ગઈ છે એ બીજાને પર્યાયબુદ્ધિથી કેમ જોવે? બીજાની પર્યાય છે તેનું જ્ઞાન કરે. આદરવામાં તો એનો ભગવાન છે તેને એ આદરે. આહાહા...! આમાં ખામેમિ સવ્વ જીવા” આવી ગયા બધા. હૈ? આહાહા...! પ્રભુ! તને ઓછો, અધિક માન્યો હોય તો ક્ષમા કરજે, કહે છે. આહાહા...! ઓહો...!
ઓલામાંય આવે છે ને? હરતા ફરતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવવું રે સફળ.” આ જીવન. એ તો અન્યમતિ તો શું કહે છે, પણ આ (જીવન). “હરતા ફરતા પ્રગટ હરિ હરિ એટલે આત્મા. એ કહ્યું હતું નહિ હમણાં? “શ્રીમદ્દે એક પત્રમાં કહ્યું, ઘણા મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન બરાબર છે. એ અધિષ્ઠાન હરિ ભગવાન છે. એ અધિષ્ઠાનને અમે અંદરમાં જોઈએ છીએ. એમ કહે છે. એક પત્ર છે. સમજાણું કાંઈ? આહાહા.! ઘણા મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન હરિ ભગવાન છે અને તે હરિ ભગવાનને અમે હૃદયમાં જોઈએ છીએ. પાછું ફેરવીને (આમ કહ્યું). કોક કહે કે બીજો હરિ). આહા...! એ જ આપણે અધિષ્ઠાનમાં આવ્યું હતું ને? સર્વ વિશ્વ અને શબ્દ, એને એક સમયમાં પૂર્ણ