________________
૪૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ત્રણ કાળમાં નથી. આહાહા..! અને તે પણ પરના અભાવ કારણે નહિ, મારો સ્વભાવ જ પરના અભાવસ્વભાવરૂપ રહેવાનો ત્રિકાળ છે. અભાવ ગુણ છે ને? ભાવઅભાવ. આહાહા..! મારો ભાવ સ્વભાવ છે તેથી તેની પર્યાયમાં નિર્મળ પર્યાય હોય જ. કરું તો હોય (એમ નહિ), એ હોય જ. એ ભાવ નામનો ગુણ છે અને એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, એવા જે દ્રવ્યનો સ્વીકાર થયો ત્યારે ભાવ ગુણને કારણે અનંત ગુણના પર્યાયનું રૂપ પ્રગટ થાય, તેવો ભાવ ગુણનો સ્વભાવ છે. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. એટલે ભાવ ગુણને કા૨ણે નિર્મળ પર્યાય હોય જ. જેણે દ્રવ્યનો સ્વીકાર કર્યો તેને નિર્મળ પર્યાય હોય જ. અને તે અનંતા ગુણની નિર્મળ પર્યાય હોય જ. કારણ કે ભાવ ગુણનું અનંતા ગુણમાં રૂપ છે. આહાહા..! આવી વાતું છે. આ તો અલૌકિક છે, બાપુ!
એ અનંતા ગુણોમાં ભાવ નામનો ગુણ છે તેથી તે ભાવવાનને જ્યાં સ્વીકાર્યો તેથી તેની પર્યાયમાં અનંતા ગુણની પર્યાય હોય જ. કરું તો થાય (એમ) નહિ, એના ક્રમબદ્ધમાં હોય જ. અને તેનામાં અભાવ નામનો ગુણ છે તે કા૨ણે રાગ અને પરના અભાવ સ્વરૂપે (છે), ૫૨ને કા૨ણે નહિ, મારો ગુણ જ એવો છે કે પરના અભાવ સ્વરૂપે પરિણમું એ મારો ગુણ છે. આહાહા..!
એ તો એક ફેરી ત્રણ લીધા હતા. એક ભાવ નામનો ગુણ એવો છે કે, પર્યાયમાં વિકા૨પણે ષટ્કારકપણે પરિણમે. વિકા૨પણે પરિણમે એવો કોઈ ગુણ તો છે નહિ. અનંતા અનંતા ગુણનો પિંડ પ્રભુ, અનંતા અનંતા ગુણો. પણ કોઈ ગુણ વિકા૨પણે પરિણમે એવો કોઈ ગુણ નથી પણ પર્યાયમાં જે વિકૃત થાય છે, આહાહા..! તેના વિકૃતના અભાવ સ્વભાવરૂપ મારો ભાવ છે. એ ભાવ નામનો એક બીજો ગુણ છે. ઓલો ગુણ (એટલે) વિદ્યમાન દશા અને એક ભાવ નામનો ગુણ એવો છે કે વિકૃતપણે પરિણિત થાય તેના અભાવરૂપે પરિણમવું એવો મારો ભાવ ગુણ છે. આહાહા..! ૪૭ માં છે, એક ભાવ છે ને એક શક્તિ છે, ક્રિયા. ક્રિયામાં તો એ કે, મારા ભાવપણે પરિણમે છે, ષટ્કારકપણે, એ ક્રિયા. ક્રિયા નામનો ગુણ. અરે..! આવી વાતું છે.
અહીં કહે છે, જ્ઞાનીને.. આહાહા..! મહા પરમાત્માના જેને ભેટા થયા, પામર પર્યાયને પરમાત્મા મળ્યા, આહાહા..! એ ધર્મી જીવ પોતે પરમાત્માને અંદરથી પામ્યો, કહે છે. એને હવે મરણ કોનું? ઘટાડો કોનો? અહીં તો એનો આશ્રય થતાં શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે છે. એ અમારા જીવન છે, એ જીવનનું મરણ કોઈ દિ' હોઈ શકે નહિ. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! બાકી તો એક ભાવભાવ. ત્રણ લીધું હતું ને? એક ફેરી લીધું હતું. બે ભાવ, અને એક ભાવભાવ ત્રીજો ગુણ. ભાવભાવ એટલે જે ભાવ છે તે જ ભાવ તે જ પણે રહ્યા જ કરે. ભાવભાવ છે, ગુણ છે. ભાવ છે. નિર્મળ પર્યાયો જે પરિણમે છે એવો ભાવ ગુણનો ગુણ છે. એવો જ ભાવભાવનો ગુણ તે જ પણે કાયમ રહ્યા કરે. આહાહા..!