________________
ગાથા૨૧૩
૩૦૭
ગાથા-૨૧૩ ઉપર પ્રવચન
હવે, જ્ઞાનીને પાનનો પાણી વગેરે પીવાનો)” એટલે પીવાની જેટલી ચીજો હોય એમાં સાથે નાખવી. તેનો પણ પરિગ્રહ નથી એમ કહે છે :
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं।
अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि।।२१३।। મળતો' (એટલે) ભગવાને કહ્યું છે. આહાહા.!
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. એ પાણી પીતો પણ પાણી પીતો નથી, કહે છે. આહાહા...! આવી વાતું છે. પાણીનો પરિગ્રહ નથી. એ પાણીની ઇચ્છા જ નથી. આહાહા...! ઇચ્છા તો પરિગ્રહ છે. એ પાણીની ઇચ્છા નથી તેથી તેને પરિગ્રહ નથી. પરિગ્રહ-પાણીને એ પકડતો નથી. પાણી છે તેને જ્ઞાતા તરીકે જાણે છે. આહાહા...! આ ચીજ જગતમાં છે તેમ સ્વપપ્રકાશક જ્ઞાનમાં પરને જાણે છે, પણ પર એ મારું છે તેમ એ માનતો નથી. આહાહા...! એ બધા પહેલા શબ્દ આવ્યા છે એ પ્રમાણે લઈ લેવું.
ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા...” અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા, દુઃખરૂપ ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાનીને દુઃખરૂપ અને અજ્ઞાનમય ભાવ નથી. આહાહા.! “જ્ઞાની પાનને ઇચ્છતો નથી;” ધર્મીને પાણીની ઇચ્છા નથી. આહાહા..! બાપુ! કઈ અપેક્ષા છે, ભાઈ? આહાહા...! ઇચ્છા મારું કાર્ય નથી, હું તો જ્ઞાયક છું ને! જાણનારો જાણે કે જાણનારો ઇચ્છા કરે? આહાહા. પાણી પીવા) વખતે પણ હું તો જાણનારો છું અને તે પણ તે કાળે, પાણી આવવાને કાળે તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. સ્વપરપ્રકાશક જ્ઞાનને લઈને જ્ઞાયકભાવમાં સ્વપર, તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. એ પોતામાંથી પ્રગટ થાય છે, પાણી આવ્યું માટે એનું જ્ઞાન પ્રગટ થયું છે, એમ નથી. આહાહા. પાણીને જાણનારું જ્ઞાન પાણી છે માટે થયું છે એમ નથી. આહાહા...! પાણીને કાળે જે સ્વપપ્રકાશક પર્યાયનું સામર્થ્ય એ પોતાથી પ્રગટ્યું છે. એને પરનો જાણનાર-દેખનાર કહે છે. આહાહા...! વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)