________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને પ્રગટ કરે છે :
શ્લોકાર્ધ - [ પર: સંવર: ] પરમ સંવર, [ રવિઝાસ્ત્રવ-રોઘતઃ ] રાગાદિ આસ્ત્રવોને રોકવાથી [ નિન-પુરાં વૃત્વા ] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને ૫ોતાના કાર્યને બરાબર સંભાળીને), [ સમસ્તમ્ મામમિ વર્ષ ] સમસ્ત આગામી કર્મને [ મરત: નૂર થવ ] અત્યંતપણે દૂરથી જ [ નિરુન્દ સ્થિતઃ ] રોકતો ઊભો છે; [ 1 ] અને [ પ્રાદ્ધ ] જે પૂર્વે સંવર થયા પહેલાં બંધાયેલું કર્મ છે [ તત્ વ રધુમ ] તેને બાળવાને [ ધુના] હવે [ નિર્જરા વ્યાકૃમ્મતે ] નિર્જરા નિર્જરરૂપી અગ્નિ-) ફેલાય છે [ યત: ] કે જેથી [ જ્ઞાનજ્યોતિ: ] જ્ઞાનજ્યોતિ [ પવૃિત્ત ] નિરાવરણ થઈ થકી (ફરીને) [ +વિમિ: ન દિ મૂછતિ ] રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી - સદા અમૂર્ણિત રહે છે.
ભાવાર્થ - સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિજર છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.
પ્રવચન નં. ૨૬૮ શ્લોક-૧૩૩
રવિવાર, અષાઢ સુદ ૭, તા. ૧-૦૭-૧૯૭૯
હવે નિર્જરા (અધિકાર). સંવર પછી નિર્જરા. આ લોકો તો એમ કરે, આ અપવાસ કર્યો ને આ “બલુભાઈએ વર્ષીતપ કર્યો હતો ને ? તપ કર્યું એટલે નિર્જરા થઈ જશે, એમ. નિર્જરા હાટુ.
મુમુક્ષુ - પહેલા સાહેબ આપ કહેતા હતા ને કે, ધર્મ થાય તો કરવો. ઉત્તર :- આ એટલે નિર્જરા, તેથી અપવાસ કર્યા છે, એમ કહે છે. આહાહા.!
સંવર એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ. આસવ એટલે અશુદ્ધિનો ભાવ. સંવર એટલે નિર્મળ શુદ્ધિની ઉત્પત્તિ અને નિર્જરા એટલે શુદ્ધિની ઉત્પત્તિની વૃદ્ધિ. સમજાણું કાંઈ? આહાહા... - નિર્જરા એટલે શું? નિર્જરાના ત્રણ પ્રકાર છે. એક તો આત્માની શુદ્ધિ થઈ હોય, સંવર, એની શુદ્ધમાં વૃદ્ધિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિર્જરા. એક અશુદ્ધતા ટળે એને પણ નિર્જરા કહેવાય અને એક કર્મ ગળે એને નિર્જરા કહેવાય, પણ ખરી નિર્જરા તો શુદ્ધિની વૃદ્ધિ થાય) તે છે. સંવરપૂર્વક નિર્જરા, એમ અહીં વ્યાખ્યા છે. સંવરપૂર્વક નિર્જરા. સંવર ન હોય ત્યાં નિર્જરા હોય નહિ. હજી સંવર જ પ્રગટ્યો નથી, ભેદજ્ઞાન જ નથી, ત્યાં નિર્જરાફિર્જરા કેવી ? આ...હા...! આ રસ છોડ્યા છે ને ફલાણું ખાવાનું છોડી દીધું, આ ત્રણ