________________
શ્લોક–૧૩૩ અપવાસ કર્યા છે ને બાર મહિનાના વર્ષીતપ કર્યા તેથી નિર્જરા થઈ, બધા ધતીંગ છે. આહાહા...!
અહીં તો સંવર પહેલો હોય, એની શુદ્ધિની વૃદ્ધિ થાય તેને નિર્જરા કહે છે. આહાહા...! નિર્જરા – નિ (અર્થાત) વિશેષે ઝરવું. કર્મનું ઝરવું, અશુદ્ધતાનું ઝરવું અને શુદ્ધતાનું વધવું. એ ત્રણેને નિર્જરા કહે છે. આહાહા...!
રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત;
પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત. રાગ-દ્વેષના પરિણામને રોકવાથી, રોધ એટલે રોકવાથી, અટકાવવાથી “નવો બંધ હણી સંત;.” નવા બંધને હણી નાખતાં. એક તો પહેલા રાગાદિના રોધથી એટલે નવું કર્મ આવતું નથી અને જૂના કર્મ જે “નવો બંધ હણી સંત;” જે બંધ હતો તેને હણી નાખે છે. પૂર્વ ઉદયમાં સમ રહે...' એને પૂર્વનો ઉદય આવે જરી, એમાં સમતા રાખે. આહાહા...! “નામું નિર્જાવંત.” એ નિર્જરાવંતને નમસ્કાર કરું છું, કહે છે. આહા.જેણે “નવો બંધ હણી સંત” નવો બંધ હણી નાખ્યો, નવો બંધ થતો નથી, એમ. “રાગાદિકના રોધથી,...' નવો બંધ થતો નથી અને પૂર્વના ઉદયમાં આવે તેમાં) સમ રહે છે, એમ.
પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિર્જરા પ્રવેશ કરે છે. જેમ નાટકમાં વેશ પ્રવેશ કરે છે ને ? એમાં એ સ્વાંગ લીધો છે. અહીં નાટકની અપેક્ષા લીધી છે. સંવરનો વેશ પૂરો થયો, હવે નિર્જરાનો વેશ આવે છે. નિર્જરા પ્રવેશ કરે છે. અહીં તત્ત્વોનું નૃત્ય છે;” આહાહા...! તત્ત્વો નાચે છે. આહાહા.! આત્મા જ્ઞાનાનંદ તત્ત્વ છે એ નાચે છે એટલે પરિણમે છે. આહાહા...! આત્મતત્ત્વ જે છે એ પુણ્ય-પાપ રહિત થઈને નાચે છે એટલે શુદ્ધપણે પરિણમે છે. આહાહા.! “તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ... નિર્જરારૂપ સ્વાંગ ધારણ કરીને) આવ્યો. અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. આહાહા...! અખાડાની જેમ રંગભૂમિ સ્થાપી છે ને? નાટક. નાટક, સમયસાર નાટક કર્યું.
“હવે સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું...” બધા સ્વાંગને યથાર્થ જાણનારું. આહાહા...! મોક્ષ પણ સ્વાંગ છે, નિર્જરા પણ સ્વાંગ છે, સંવર પણ સ્વાંગ છે, વેશ છે. આહાહા.! એને
જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણી...... મંગળરૂપ તે છે. સમ્યકજ્ઞાનરૂપી મંગળ પહેલો પ્રવેશ કરે છે). આહાહા.! મંગળરૂ૫) જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ – નિર્મળ જ્ઞાનજ્યોતિને જ – પ્રગટ કરે છે –' જે નિર્જરાને પણ જાણનારું જ્ઞાન છે, સંવરને જાણનારું છે. જાણનારું... જાણનારું... જાણનારો એવો જે ભગવાન આત્મા, એ પ્રગટ થાય છે, એમાં પ્રથમ જ્ઞાનજ્યોતિને પ્રગટ કરે છે. વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)