________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
રવિવાર, અષાઢ સુદ ૧૪,
પ્રવચન નં. ૨૬૯ શ્લોક-૧૩૩, ગાથા-૧૯૩ તા. ૦૮-૦૭-૧૯૭૯
(શક્િતવિકીડિત) रागाद्यास्त्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः । कर्मागामि समस्तभेव भरतो दूरान्निरुन्धन् स्थितः । प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा।
ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मर्छति।।१३३।। હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ – નિર્મળ જ્ઞાનજ્યોતિને જ – પ્રગટ કરે છે :–' સમ્યજ્ઞાન માંગલિક કરે છે. “પરમ સંવર...” શબ્દ અહીં આવ્યો છે. આમાં જોવો તો શું કે, ઓલું એકદમ કેવળ લેવું છે ને, પૂર્ણની વાત છે. પરમ સંવર...” ઉત્કૃષ્ટ સંવર છે. નીચે ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન અને સ્વરૂપની સ્થિરતાનો અંશ છે એટલો સંવર છે. પાંચમે સંવર વિશેષ છે, છછું વિશેષ છે પણ અહીં તો પહેલો “પર: સંવર: – પરમ સંવર” શબ્દ પડ્યો છે. માંગલિક કરતાં કહે છે), પરમ સંવર (એટલે) ઉત્કૃષ્ટ સંવર. એકદમ બધા કર્મ આવતા રોકાઈ જાય એવો સંવર. સમજાય છે આમાં?
આત્મા પૂર્ણ આનંદ દળ છે, અનંત અનંત અન્વય શક્તિઓનો પિંડ છે, એનું ભાન તો થયું પણ એમાં સ્થિરતા વિશેષ થઈ, એમ કહે છે. ભાન થયું ત્યાંથી તેટલો તો સંવર થયો, પણ એ “પૂર: સંવર: ઉત્કૃષ્ટ સંવર નહિ. માંગલિકમાં ઉત્કૃષ્ટ સંવર કહેવા માગે છે. સમજાય છે? એ શબ્દ અર્થમાં પડ્યો છે. અહીં અર્થ કર્યો છે. પરમ સંવર... આહાહા...! આનંદ સ્વરૂપ ભગવાન અનંત અનંત શક્તિઓ, જે અન્વય શક્તિઓ (છે), જેમ દ્રવ્ય અન્વય છે એમ અનંત અનંત શક્તિ, એનો પિંડ જે પ્રભુ, તેને જેણે ઉત્કૃષ્ટપણે પકડ્યો છે અને સ્થિર થયો છે, એને અહીંયાં પરમ સંવર કહે છે. આહાહા!
બાકી તો પરમ સંવરની સામે લઈએ તો પરમ આસવ. અનંત અનંત કાળમાં પરમ ઉત્કૃષ્ટ આસવ મિથ્યાત્વ આદિનો અનંત સંસારનો આસવ થયો છે. આહાહા.. નરક અને નિગોદના ભવો યાદ કરતાં એનો આસ્રવ અને એનું દુઃખ સાંભળ્યું ન જાય એવા એણે દુઃખો સહન કર્યા છે. આહા...! અહીં જરીક પ્રતિકૂળતા આવે ત્યાં જાણે હું આમ ઉપાય કરું ને આમ ઉપાય કરું, આમ ઉપાય કરું. બહારની થોડી પ્રતિકૂળતા આવતા (આમ થાય છે). ઓલી અનંતી પ્રતિકૂળતા ! આહાહા...! જ્યાં ભગવાન આત્મા એકલો આનંદ અને શાંત સાગર બિરાજે છે), એનાથી વિમુખ અને આસવથી સન્મુખ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રતાદિ