________________
શ્લોક ૧૩૩
૫
જે આસવના પરિણામ, એમાં સન્મુખ, બહુ દુઃખી (છે). આહાહા..! એક જરીક અહીં પવન સરખો ન આવે, બારણા બંધ હોય ને પડદો ઓલો થાય, ત્યાં આકુળ-વ્યાકુળ થઈ જાય. આહાહા..! અરે...! હવા (આવતી) નથી સારી. સ્વભાવથી વિરૂદ્ધ ભાવ, એ સંયોગી ભાવ એ દુઃખ છે. એ દુઃખ એણે અનંત સહન કર્યા છે, ભાઈ ! આહાહા..! એ દુઃખને મુકવાનો ઉપાય ૫રમ સંવ૨ (છે).
શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા, પરમ અનાકુળ આનંદનું પૂર, જ્ઞાનનું નૂર અને આનંદનું પૂર, એવો પ્રભુ આત્મા... આહા..! જેણે આસવથી વિમુખ થઈ સ્વસ્વભાવમાં સન્મુખ થઈ ૫રમ સંવ૨ જેણે પ્રગટ કર્યો છે... આહાહા..! એ સુખને પંથે પડ્યો. બાકી મિથ્યાત્વ ને અવ્રત ને કષાયને પંથે (પડ્યો છે) એ દુઃખને પંથે છે. બહા૨માં ભલે અનુકૂળતા દેખાય અને પાગલ લોકો કહે કે, આ સુખી છે (પણ) એ સુખી નથી. સુખ તો આત્મામાં છે, બાકી ક્યાંય નથી. આહા...! અતીન્દ્રિય આનંદનો નાથ, પૂર્ણ આનંદથી ભરેલો, એ આનંદ એને બાહ્ય સંયોગોમાં તો નથી પણ શુભ અને અશુભ ભાવમાં પણ આનંદ નથી. આહાહા..! અહીં તો આસવમાં આનંદ નથી અને સંવરમાં આનંદ છે એ ૫૨મ સંવ૨’ પહેલો શબ્દ આવ્યો ને? (એ) મહા માર્ગલિક છે. આહાહા..!
એ અજ્ઞાનપણે જે મિથ્યાશ્રદ્ધા(ને સેવી)... તદ્દન વસ્તુ ભગવાન પૂર્ણ સ્વરૂપ, ચૈતન્ય બાદશાહ, એનાથી વિમુખ થઈ અને રાગના ભાવની સન્મુખ થઈ, મિથ્યાત્વ આદિ આસવને સેવ્યા એ દુઃખો સહ્યા ગયા નથી. સહ્યા છે પણ સહ્યા ગયા નથી એટલે એવી ચીજ હતી. આહાહા..! એ સાતમી નરકના નારકીના દુઃખો, એક શ્વાસમાં એની અનંત ગુણી પીડા એટલી કે એક શ્વાસની પીડા.. આહાહા..! કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય. એવા એણે દુ:ખો સહન કર્યાં છે. એ સ્વરૂપની વિપરીત માન્યતા અને વિપરીત આચરણ (ને કારણે).
એ અહીંયાં કહે છે કે, હવે સ્વરૂપનું અવિપરીત આચરણ.... આહા..! ૫૨મ સંવર (પ્રગટ થયો). ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એને પકડીને આનંદના વેદનમાં આવતા, પણ અહીં તો ઉત્કૃષ્ટ સંવર લેવો છે કે જે ૫૨મ સંવર (છે). અહીંથી માંગલિક ઉપાડ્યું છે. પરમ સંવ૨ ! આહાહા..! ‘રાગ વિ-આાસ્ત્રવ-રોધત:’ રાગાદિ આસવોને રોકવાથી...' છે ને? આમાં બધા રોકવાથી એમ (લીધું છે). ફલાણું રોક્યું એમ કાંઈ નહિ. આહાહા..! રાગ, દ્વેષ, વિષયવાસના વગેરે આસ્રવ છે તેને રોકવાથી... આહાહા..! આનંદની વાસના - ગંધ આવી, વાસના આવી. આહાહા..! આનંદમાં વાસ રહેતા આનંદની વાસના લેતા, રાગાદિ આસવો રોકવાથી. એને રાગાદિ આસવો રોકાય છે. આ બહા૨થી લ્યે કે, અમારે આસ્રવ સેવવા નથી ને પચ્ચખાણ છે, એ કંઈ આસવો રોકાતા નથી. આહાહા..! અંદર પૂર્ણાનંદના નાથમાં છિદ્ર પડ્યા છે એ હું નહિ અને રાગ ને પુણ્ય ને પાપ મારા, આ..હા...હા...! (એમાં) પરમ દુ:ખ, ૫૨મ આસ્રવ છે). તેને, ૫૨મ સંવ૨ ! એ રાગાદિને ૫૨મ સંવર દ્વારા
-