________________
૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
રોકીને. આ ફલાણી ક્રિયા કરવાથી રોગાદિ આસ્રવ રોકવા એમ નથી આવ્યું. આહાહા..! ૫૨મ સંવરથી રાગાદિ આસવને રોકવાથી. આહાહા..!
“નિન-ધુરાં ધૃત્વા” પોતાનું સ્થાન, પોતાની મર્યાદાને ધારણ કરી છે. એટલે કે નવા આસ્રવ આવતા નથી. એવી એણે પોતાની કાર્ય ધુરા હાથમાં લીધી સંવરે. પોતાનું આ કાર્ય સંભાળ્યું છે કે નવું કર્મ આવે નહિ, એવું સંવરે કાર્ય સંભાળ્યું છે. આહાહા..! પાંચમા આરાના સાધુ, પાંચમા આરાના શ્રોતાને આ વાત કરે છે. ૫રમ સંવર, રાગાદિ આસવોને રોકવાથી...’ “નિન-ધુરાં’ (એટલે) પોતાનું કાર્ય. સંવરનું કાર્ય, સંવરનો જે હોદ્દો છે, સંવરના હોદ્દો, એ કાર્ય છે એ રાગાદિ રોકવાનું. આહાહા..! એ સંવરનો હોદ્દો છે, મર્યાદા છે. આહાહા..!
‘પોતાના કાર્યને બરાબર સંભાળીને), સમસ્ત આગામી કર્મને...' છે ને? સમસ્ત આગામી કર્મ લીધું છે. તેથી ‘૫૨મ’ શબ્દ લીધો. આહાહા..! અહીં તો એકદમ આચાર્યએ સંવ૨ થઈને, એકદમ નિર્જરા થઈને કેવળજ્ઞાન થાય, એવું માંગલિક કર્યું છે. આહાહા..! ‘સમસ્ત આગામી કર્મને...’ભરતઃ વરાત્ વ’ – ‘અત્યંતપણે દૂરથી જ...’ ‘મરતઃ’ પોતાની મોટપથી. સંવરની મોટપ એવી છે. આહાહા..! આહા..! કે જેમાં આસવ રોકાય જાય છે, એવી એની મોટપ છે. મોટો માણસ હોય એની પાસે સાધારણ માણસ આવી શકે નહિ. વાત કરવા આવી શકે નહિ. એમ આ સંવર એવી દશા છે, મોટપ એટલી છે કે જેમાં આસ્રવ આવી શકે નહિ. આહાહા...!
‘અત્યંતપણે દૂરથી જ...’ ‘નિરુત્ત્પન્ સ્થિતઃ’ સંવર આગામી સમસ્ત કર્મને રોકતો ઊભો છે;..’ એમ કીધું ને? આહાહા..! સંવર સમસ્ત આગામી કર્મને રોકતો ઊભો છે. આહાહા..! જુઓ, આચાર્યનું માંગલિક ! ‘નિર્જરા’ (અધિકાર શરૂ) કરતાં પહેલું માંગલિક કરે છે. આહાહા..! અત્યંતપણે દૂરથી જ રોકતો ઊભો છે;...' દૂરથી એટલે? કે, આવે છે અને પછી અટકાવ્યું છે એમ નહિ. આહા! એ સ્વરૂપમાં એટલી દૃષ્ટિ (દઈને) સ્થિર થયો છે કે જે આસવ નામમાત્ર પણ આવતો નથી. આહાહા..! એવું જ પ્રભુનું સ્વરૂપ છે. આહાહા..! સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત ચિદાનંદ ધામ એવો આત્મા, એનું સ્વરૂપ જ એવું છે કે જે સ્વરૂપની દૃષ્ટિ અને સંભાળ થતાં, આગામી આસ્રવ... આહાહા..! રોકતો, દૂરથી રોકતો ઊભો છે). એમ. એમ છે ને? વરાત્ વ” “વરાત્નો અર્થ – ‘અત્યંતપણે’ કર્યો. અત્યંતથી એટલે પોતાની મોટપથી આસવને રોકતો, અટકાવતો. નિરુન્ધન સ્થિતઃ’‘રોકતો ઊભો છે;...’ અને હવે, જે પૂર્વે સંવર થયા પહેલા બંધાયેલું કર્મ, હવે નિર્જરાની વ્યાખ્યા કરે છે.
‘પ્રાવÁ ‘પ્રાવસ્તું’ ‘પ્રાચ’ નામ પૂર્વે. આહાહા..! વસ્તું” નામ બંધાયેલું કર્મ છે. તત્ વ વધુમ્’તેને બાળવાને હવે... તેને બાળવાને હવે. આહાહા..! એનો અર્થ એ કે, કર્મરૂપી પર્યાય છે, એને અકર્મરૂપી પર્યાય થવાનો એને (કાળ છે). એને બાળવાને એમ કહેવામાં આવે. બાળે-બાળે શું, કંઈ વસ્તુ કોઈ બળે છે? આહાહા..! જે પરમાણુની કર્મરૂપ પર્યાય