________________
શ્લોક-૧૩૩
છે તે અકર્મરૂપ થાય, એવો એનો તે સમયે સ્વભાવ છે, એને અહીં બાળવાને’ એવો અર્થ કર્યો છે. આહાહા..! કર્મનો નાશ કરીને. નાશ કરીને, એનો અર્થ આ. પોતે સ્વરૂપમાં સ્થિર અને આનંદમાં મગ્ન છે તેથી તેને નવું કર્મ (બંધાતું નથી). આહાહા..! પૂર્વે (સંવર થયા પહેલાં)...’ બંધ હતો તેને બાળવાને હવે...' કર્મને બાળવા હશે? અને કર્મ બળતા હશે? કોઈ દ્રવ્ય બળે? કોઈ દ્રવ્યની પર્યાય બળે? એ કર્મરૂપે જે પર્યાય હતી એને આત્માના આનંદના સ્વભાવની ઉગ્રતાથી તે પર્યાય અકર્મરૂપે થઈ એને બાળી એમ કહેવામાં આવે છે. આહાહા..!
મુમુક્ષુ :– આ બધા ખુલાસા આપે કર્યાં.
ઉત્તર :– આહાહા..! એ વસ્તુ છે. દિગંબર સંતોની વાણી ઘણી ગંભીર, ઘણી ગંભી૨ ! ભાષા સાદી આવી છે પણ... આ..હા..હા...! ‘અમૃતચંદ્રાચાર્યે’ એકલા અમૃત રેડ્યા છે ! પ્રભુ ! તું અમૃતનો સાગર છો ને ! તારી અન્વય શક્તિઓ જીવતી, જીવતી જ્યોતિ છે. આહા..! એમાં કોઈ શક્તિ મરે, કરમાય, ઘટે એવું છે નહિ. આહાહા..! અનંત અનંત શક્તિઓ અંદ૨ (ભરી છે).
કાલે બપોરે આવ્યું હતું ને? અનંત અનંત અન્વય શક્તિઓ. દ્રવ્ય જે છે તેનું દ્રવ્યત્વપણું એટલે અનંત અનંત શક્તિઓનું સત્ત્વપણું, સત્ છે, વસ્તુ સત્ છે, તેનું અનંત ગુણપણું જે સત્ત્વપણું છે, આહાહા..! એના જોરે કર્મને બાળવા. આહાહા..! હવે નિર્જરા (નિર્જરારૂપી અગ્નિ) ફેલાય છે...' પૂર્વનું બંધાયેલું કર્મ છે એ છૂટી જાય છે, એમ કહે છે. ઉપદેશ તો એમ અપાય ને ! ખરેખર તો એ આત્મા જ્યાં સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે ૫૨માણુની અકર્મરૂપ પર્યાય થવાનો એ સમય છે. આહાહા..! એને અહીં બાળે છે, એમ કહેવામાં આવે છે.
આહાહા...
નિર્જરા ફેલાય છે, એ ફેલાય છે, કહે છે. શુદ્ધતા હવે વધે છે. સંવરમાં શુદ્ધતા હતી, નિર્જરામાં શુદ્ધતા વધે છે. નિર્જરાની વ્યાખ્યા જ એ છે – શુદ્ધિની વૃદ્ધિ. જે શુદ્ધ સ્વરૂપ છે પૂર્ણાનંદ પ્રભુ, એની દૃષ્ટિ થતાં એટલી શુદ્ધિ તો ઉત્પન્ન થઈ પણ હવે નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને શુદ્ધિની પૂર્ણતા થાય તેનું નામ મોક્ષ. શુદ્ધિની ઉત્પત્તિ, પુણ્ય-પાપના ભાવ રહિત, શુદ્ધિની ઉત્પત્તિ એ સંવર, શુદ્ધિની વૃદ્ધિ એ નિર્જરા, શુદ્ધિની પૂર્ણતા એ મોક્ષ.
આહાહા..!
(નિર્જરારૂપી અગ્નિ) ફેલાય છે...' આહાહા..! એમ લખ્યું ને? આહા..! નિર્ના વ્યાતૃમ્મતે ‘રધુમ્” ત્યાં એમ છે ને? કે જેથી જ્ઞાનજ્યોતિ... ભગવાન ચૈતન્યજ્યોત, ચૈતન્યપ્રકાશ જેની પૂર્ણ પ્રકાશ સ્વભાવ શક્તિ છે, એવી જે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ થકી...' સંવપૂર્વક જ્યાં નિર્જરા થઈ એટલે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ. નિરાવરણના બે અર્થ - અશુદ્ધતા જે હતી તેનાથી આવરણરહિત થઈ અને કર્મ નિમિત્ત હતું એનાથી આવરણરહિત થઈ. શુદ્ધિની વૃદ્ધિ તો થઈ. અશુદ્ધતા ટળી ગઈ અને કર્મ ટળ્યું. આહા..!