________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ નિરાવરણ થઈ. આહા..
‘કે જેથી જ્ઞાનજ્યોતિ... ફરીને “રામવિમિઃ ન હિ મૂર્ણતિ અહીં તો આ સિદ્ધાંત (કહેવો છે). જે રાગાદિથી રોકાયેલી હતી એ શુદ્ધ સંવર દ્વારા રાગને આવવું અટકાવ્યું પણ પૂર્વે બંધાયેલું હતું અને જ્ઞાનજ્યોતિએ નિરાવરણ કરી નાખ્યું, આવરણનો નાશ કરી નાખ્યો. એ રાગાદિ ભાવો વડે મૂર્ણિત થઈ નથી. હવે રાગમાં રોકાતી નથી. આહાહા..! પહેલું જે સ્વરૂપ જે શુદ્ધ આનંદ સ્વરૂપ, એ રાગમાં રોકાતું હતું એ રાગમાં રોકાતું નથી એકલું વીતરાગભાવમાં રોકાઈ ગયું છે. આહા...! પૂર્ણ સંવર થઈ ગયો. એવી રીતે માંગલિક કર્યું છે.
રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી – સદા અમૂર્ણિત રહે છે. શું કીધું છે? સદા, જ્યારથી નિરાવરણ થઈ તે અનંતકાળ અમૂર્ણિત રહે છે. આહા...! ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિ એ તો નિરાવરણ પડી જ છે, વસ્તુ તો ત્રિકાળ સદા, ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું, કર્મનું તો નિમિત્ત હતું. આહાહા...! એ સદા ત્રિકાળ નિરાવરણ વસ્તુ, એ પર્યાયમાં નિરાવરણ થઈ ગઈ. આહા.! ત્રિકાળી ભગવાન આત્મા સકળ નિરાવરણ છે એ. એને કોઈ દિ દ્રવ્યને આવરણ છે નહિ. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું અને કર્મનું નિમિત્તનું આવરણ હતું, એ તો નિમિત્ત છે, એની સાથે ખરેખર કાંઈ સંબંધ નથી), એ તો એને કારણે બંધાય, એને કારણે એને કાળ છૂટે. આહા...! રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી – સદા અમૂર્ણિત રહે છે.’ લ્યો!
ભાવાર્થ – સંવર થયા પછી નવા કર્મ તો બંધાતાં નથી.” જેટલે અંશે અંદરમાં શુદ્ધતામાં આવી ગયો એટલે અંશે તો એને આવરણ આવતું નથી. જે પૂર્વે બંધાયા હતાં તે કર્મો
જ્યારે નિજરે છે...” પછી તો પૂર્વનું જે હતું એ તો ખરી જાય છે. આત્મા ઉપર, ધ્યાન ઉપર છે એટલે સંવર છે અને ઉદય આવે છે એ ખરી જાય છે. ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી.” સ્વરૂપમાં આવરણ અશુદ્ધતાનું હતું અને કર્મનું આવરણ નિમિત્ત હતું, (એ) દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી.” આહા...! એકવાર પણ રાગાદિ રહિત દશા થઈ એ ફરીને રાગરૂપે થતું નથી. એવું ‘સદા પ્રકાશરૂપ જ રહે છે.” એકલો ચૈતન્યપ્રકાશ ઝળહળ જ્યોતિ શક્તિનું જે સામર્થ્ય, એ પર્યાયમાં બધું સામર્થ્ય પ્રગટ થઈ ગયું, એમ કહે છે. સદા પ્રકાશરૂપ જ રહે છે. પર્યાયમાં સદા પ્રકાશરૂ૫ રહે છે. ત્રિકાળ તો સદા પ્રકાશરૂપ હતું જ, વસ્તુ છે એ તો ત્રિકાળ પ્રકાશરૂપ છે જ, પણ પર્યાયમાં જે જરી અશુદ્ધતા અને આવરણ કર્મનું નિમિત્ત હતું, એ દૂર થઈ સદા પ્રકાશરૂપ રહે છે. હવે પર્યાય સદાય પ્રકાશરૂપ રહે છે. ઓલી વસ્તુ તો સદા પ્રકાશરૂપ હતી જ. આહાહા...! પણ એનો આશ્રય અને અવલંબન અને સન્મુખ થતાં, સદાને માટે પ્રકાશરૂપ જ રહે છે. આવું માંગલિક કર્યું, લ્યો ! આહાહા..!