________________
ગાથા- ૨૩૪
૫૨૭
هههههههههه
( ગાથા–૨૩૪)
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो।।२३४।। उन्मार्गं गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता।
स स्थितिकरणयुक्तः सम्यग्दृष्टितिव्यः ।।२३४।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन मार्गात्प्रच्युतस्यात्मनो मार्गे एव स्थितिकरणात् स्थितिकारी, ततोऽस्य मार्गच्यवनकृतो नास्ति बन्धः किन्तु निर्जरैव।।
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે -
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ર૩૪. ગાથાર્થ:- [ ય: વેતયિતા ] જે ચેતયિતા [ સન્મા છન્ત ] ઉન્માર્ગે જતા [ સ્વમ્ પિ ] પોતાના આત્માને પણ [ મા ] માર્ગમાં [ રથા યતિ ] સ્થાપે છે, [ સ: ] તે [ સ્થિતિરયુવતઃ ] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [ સચવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી શ્રુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ - જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી શ્રુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.