________________
૫૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા-૨૩૪ ઉપર પ્રવચન
છઠ્ઠો. સ્થિતિકરણગુણની વ્યાખ્યા
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्टी मुणेदव्यो।।२३४।। ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ર૩૪. કહ્યું ને એમાંય તે? ઓલામાં આવ્યું હતું ને? બધામાં ચિમૂર્તિ લીધું છે. જ્ઞાનમૂર્તિ, પ્રભુ તો જ્ઞાનમૂર્તિ છે. આહા! ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે....” એનો જેને સ્વીકાર હોવાને લીધે, એ જ હું છું. જ્ઞાયકભાવ છે તે હું છું, એમ દષ્ટિ હોવાથી. આહાહા.! પર્યાય ઉપરની પણ દૃષ્ટિ નથી, કહે છે. દયા, દાન ને રાગ એ તો પુણ્ય છે એના ઉપર તો દષ્ટિ હોય જ શેની? આહાહા! ઓલો કહે કે, બહારથી ઘટાડવું એટલી આકુળતા ઘટી એમ કહે છે, લ્યો! હવે એક શરીરમાત્ર રહ્યું છે મારે તો એટલી આકુળતા રહી). છે ને એક જુવાન? બહારથી બધુ ઘટાડી દીધું એટલી આકુળતા ઘટી. પણ બહાર હતું કે દિ અંદર તે ઘટે? અંદરમાં તો અજ્ઞાન ને રાગ, દ્વેષ ને એકતાબુદ્ધિ છે એને ઘટાડી? અને એને ઘટાડવું તારું કયારે થાય? કે જ્ઞાનસ્વભાવની એકતાબુદ્ધિ કરે ત્યારે રાગની એકતાબુદ્ધિ ટળે. આહાહા...! એ કંઈ બાહ્ય ત્યાગ કર્યો તારી એકતાબુદ્ધિ ટળે એમ છે નહિ. આહાહા.! એણે લખ્યું છે જરી. મિથ્યાત્વના ત્યાગ વિના બાહ્યમાં નિગ્રંથ થઈને, નગ્ન થઈને ફરે છે. ભાઈએ પણ એમ લખ્યું હતું, નહિ? “ભવસાગર', ભવ્યસાગર' ને? એનું આવ્યું હતું. અહીંનું વાંચીને. એક દિગંબર સાધુ છે ને? અઢારઓગણીસ વર્ષની દીક્ષા છે. એમ કે, તમે કહો છો એ પ્રમાણે તો અમે સમકિત સહિત તો સાધુપણું લીધું નથી, મિથ્યાત્વ સહિત લીધું છે. બહારની ક્રિયા મિથ્યાત્વ સહિત લીધી હવે અમે મુનિ છીએ નહિ, એમ લખ્યું છે. અમે મુનિ છીએ જ નહિ. અરે.! બાપુ! હજી સમ્યગ્દર્શનના ઠેકાણા નથી ત્યાં મુનિપણા ક્યાં છે? આહાહા...!
ભાઈ! સમ્યગ્દર્શન થયું ત્યાં પ્રભુ આત્માનો બાદશાહ થયો. જે રાગાદિને પોતાનો માનીને રાંક હતો, આહાહા.! પૂર્ણ બાદશાહ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો જ્યાં અંદર સ્વીકાર થયો, બાદશાહે ગાદીએ બેઠો એ. આહા.! બાદશાહીની ગાદીએ બેઠો. રાગાદિ મારો, મને લાભ કરશે એ રાંકની ગાદીએ બેઠો, ભિખારાવેડા. આહાહા...! એણે ઈ વાત કરી છે કે, આ બાહ્ય ત્યાગી કેટલાક અમે જોઈએ છીએ પણ ખડખડ હસતા દેખીએ છીએ. તો એ