________________
પ૨૯
ગાથા- ૨૩૪ હાસ્ય છે એ પરિગ્રહ છે એની એને ખબર નથી. અત્યંતર પરિગ્રહમાં હાસ્ય આવે છે. રતિ, અરતિ આવે છે ને? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા અને ત્રણ વેદ, નવ એ અત્યંતર પરિગ્રહ છે. આહાહા.! ખડખડખડ દાંત કાઢે ને વળી (કહે) અમે બાહ્ય પરિગ્રહના ત્યાગી, પણ અંદર પરિગ્રહના ત્યાગી નથી હજી. હાસ્ય છે ઈ શું છે? અને એને પકડી રાજી રાજી થઈ જાઓ છો, શું છે આ? આહાહા...! “કર્તા-કર્મમાં આવે છે ને? પોતાનો ઉદાસીન ભાવ છોડી–ત્યાગીને રાગાદિ ને હાસ્યાદિનો કર્તા થાય છે. આહાહા..!
કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ...” શાશ્વત “એક શાયકભાવમયપણાને લીધે એ જ હું છું, એને લીધે. આહાહા...! ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે હું છું તેને લીધે. “જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય.” જરીક કોઈક અસ્થિરતા થઈ જાય અને ટ્યુત થાય, આહાહા...! “તો તેને માર્ગમાં....' સ્થિર કરવો. આહાહા...! અસ્થિરતાનો ભાગ આવીને અસ્થિર થઈ જાય તો એને માર્ગમાં સ્થિર કરવો, અંદર માર્ગમાં. આહા...! પોતાને.
“સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય.” એટલે? કયાંય રાગની એકત્વબુદ્ધિ થઈ જાય, રાગના જ્ઞાનમાં જ જ્ઞાન રોકાય જાય, રાગના આચરણમાં જ આચરણ મનાઈ જાય, એ જ્ઞાની એમાં ન માને. એમાંથી છૂટીને પાછો આમાં ચાલ્યો આવે. આહાહા.! બહુ કામ (આકરા). એક એક ગાથા ને એક એક શ્લોક). આહાહા...! ગજબ વાતું. “સમયસાર” એટલે... આહાહા...! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા આવે છે ને સ્તુતિ પહેલી? ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ.” ચૌદ બ્રહ્માંડના ભાવો પ્રભુ તારામાં ભર્યા છે. આહાહા...! એની એક એક કડી, એક એક ગાથા, આહાહા...! પોતાનો આત્મા માર્ગથી કંઈક કંઈક (શ્રુત થાય), શ્રદ્ધ-જ્ઞાનથી તો ઠીક પણ ચારિત્રથી પણ જરી અસ્થિર થાય તો એને પાછો પોતામાં જોડી દયે. આહા...!
તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, માર્ગમાં સ્થિત કરતો હોવાથી. એ તો માર્ગમાં સ્થિત કરે જ છે, એમ કહે છે. આહાહા.! “સ્થિતિકારી છે...” પોતામાં સ્થિત, પોતે માર્ગમાં સ્થિત કરે એ સ્થિતિકરણ છે, કહે છે. આહા.! “ચુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.” આહાહા...! એવો કોઈ અસ્થિરતાનો ભાવ આવી જાય તો એને છોડી દયે અને પોતાને સ્વભાવમાં સ્થાપે એથી તે અસ્થિરતાની નિર્જરા થઈ જાય, એમ કહે છે. આહા! કેમકે ક્ષણે ને પળે ભેદજ્ઞાન તો વર્તે જ છે. હું આ રાગ નહિ અને હું સ્વભાવ, એવું ભેદજ્ઞાન તો નિરંતર વર્તે છે. આહાહા...! સમ્યગ્દષ્ટિને નિરંતર રાગ અને સ્વભાવ વચ્ચેની ભેદજ્ઞાનશક્તિ તો પ્રગટ થઈ છે. આહાહા.... એ પ્રગટ થઈ છે એ નિરંતર રહે છે. પછી પ્રગટ નવી કરવી છે એમ નથી, એમ કહે છે. આહાહા! જરી અસ્થિરતાનો