________________
૫૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાગ આવ્યો છતાં ભેદ તો વર્તે જ છે અંદર, છતાં વિશેષ અંદર સ્થિર કરે તો અસ્થિરતા ટળી જાય છે. આહાહા..! ૫૨ની એકતાબુદ્ધિ તો ટળી ગઈ છે પણ અસ્થિરતાનો ભાવ જે આવે છે, આહાહા..! તેને પણ સ્થિરતા દ્વારા તેનો નાશ કરે છે. આહાહા..! શરતું બહુ મોટી. આહાહા..! મોટા કામ છે ને, બાપા! ફળ મોટા, પરમાત્મા. જેના જન્મ-મરણના અંત આવી ગયા, જેને સાદિ અનંત આનંદ આવે, સાદી અનંત કેવળજ્ઞાન. આહાહા..! એના ફળની શું વાતું કરવી!
ભાવાર્થ :– જે, પોતાના સ્વરૂપરૂપી...’ સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી વ્યુત થતા...’ સ્વરૂપરૂપી મોક્ષમાર્ગ, હોં! પોતાના આત્માને માર્ગમાં મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.’ પર્યાય. ‘તેને માર્ગથી વ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલા કર્મ ૨સ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.' વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે પણ સાથે સાથે અંદર શુદ્ધતાનું ધ્યેય–શોધકવૃત્તિ–ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે એટલી અશુદ્ધતા હોય તેથી મારે શું?–એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુજીવ શુષ્કશાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ. કોઈ જીવો રાગની ક્રિયામાં જડ જેવા થઈ રહ્યા છે એ કોઈ જીવો જ્ઞાનના એકલા ઉઘાડની વાતો કરે તે અંદર પરિણામમાં સ્વચ્છંદ સેવનાર નિશ્ચયાભાસી છે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લૂખો છે–શુષ્કજ્ઞાની છે. ભાઈ! પાપનું સેવન કરીને નકે જઈશ, તિર્યંચમાં અવતાર થશે. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિંજાયેલું રાખવું, શુષ્કાની ન થઈ જવું. અહા! બહુ આકરું કામ ભાઈ!
આત્મધર્મ અંક-૮, એપ્રિલ-૨૦૦૭