________________
૫૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
સદાય રહિત જ છે. આ તો બાહ્ય છોડ્યું એટલે જાણે અમે ત્યાગી થયા અને ત્યાગી તરીકે અમને માણસો સ્વીકારે. આહાહા..! એ તો મિથ્યાત્વની પુષ્ટિ છે. આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! આહાહા..!
પોતાની શક્તિ અનુસાર... એટલે સ્વભાવ તરફના પ્રયત્નની અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.’ આહાહા..! દોષને દબાવે છે અને શક્તિઓને વધારે છે, એમ બે અપેક્ષા લીધી. આહાહા..! સમિકતી પાસે પૈસા હોય અને દાન આમ આપે તો એ પોતે આ પૈસા મેં આપ્યા ને મારા છે, એવી બુદ્ધિ એને નથી. એમાં કંઈ રાગનો ઘટાડો થયો હોય તો પુણ્ય છે, એ પુણ્યથી પણ એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે. એ પુછ્યું પરિણામ મારા નથી. આહાહા..! એ રીતે પુણ્ય પરિણામ મારા નથી અને મારું શુદ્ધ પરિપૂર્ણ સ્વરૂપ તે હું છું એમ શુદ્ધતાને વધારતો, નબળાઈને ટાળતો આગળ વધ્યે જાય છે. આહાહા..! સમજાય છે આમાં? ‘કાંતિભાઈ’! આવું સ્વરૂપ છે. આહા..! ભાગ્યશાળી બાપા! સાંભળવા રોકાઈ ગયા. આ વસ્તુ, ભાઈ! આ તો વીતરાગના ઘરની છે, બાપા! લોકોએ એના બધા અર્થો જ ફેરવી નાખ્યા. બહારથી આ કર્યું ને આ છોડ્યું ને આ મૂક્યું.
અહીં તો રાગને છોડવો એ પણ એના સ્વરૂપમાં નથી. પ૨ને છોડવું તો એના સ્વરૂપમાં નથી, આહાહા..! પણ રાગનો ત્યાગ કરવો એ પણ નામમાત્ર કથન છે. શુદ્ધિ સ્વભાવની જ્યાં વધે છે, આહાહા..! ત્યાં રાગ ઘટતો જાય છે તેને રાગ ત્યાગ્યો એમ નામમાત્ર કથન છે. બહારના ત્યાગની તો વાતેય શું કરવી? આહાહા..! આવું સ્વરૂપ છે. આહાહા..! એ પાંચમો બોલ થયો. સમ્યગ્દષ્ટિનો પાંચમો ગુણ એટલે નિર્મળ પર્યાય. ગુણ શબ્દે નિર્મળ પર્યાય. ત્રિકાળ ગુણ નહિ. અવગુણની અપેક્ષાએ તેને ગુણ કહેવાય. રાગાદિ છે તે અવગુણ કહેવાય ત્યારે આ એક ગુણ કહેવાય, પણ છે તો એ પર્યાય. અવગુણ પણ વિકારી પર્યાય અને આ ગુણ છે એ પણ અવિકારી પર્યાય. આહાહા..!
શ્રોતા :– ભૂતકાળના દુઃખોને યાદ શું કામ કરવા?
પૂજ્ય ગુરુદેવ :– એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુઃખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું ત્યાં કાળજામાં આયુધના ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુઃખોને યાદ કરી એવા દુઃખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે.
આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮