________________
ગાથા– ૨૩૩
૫૨૫ પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વરૂપ, એની દૃષ્ટિ હોવાથી તેની શક્તિની પર્યાયમાં પુષ્ટિ થતી જાય છે. આરે.! આવું છે.
આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી શક્તિની વૃદ્ધિ એટલે પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ, એમ. શક્તિઓ છે એમાં (તો) જેટલી છે એટલી ત્રિકાળ (છે). પણ એનો સ્વીકાર થવાથી, આદર થવાથી, આહાહા...! પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ વધે છે. આહા...! એ એનો ઉપવૃંહણ નામનો સમકિતીનો ગુણ છે, એટલે પર્યાય (છે). આહાહા.! ધર્માત્મા ઉપદેશને કાળે પણ તેની દૃષ્ટિમાં એ ઉપદેશ, વાણી અને એના વિશેનો રાગ નથી. આહાહા...! જેની દૃષ્ટિમાં રાગ ને ઉપદેશ છે એ ઉપદેશક મિથ્યાષ્ટિ છે. આહાહા...! જેની દૃષ્ટિ રાગ અને ઉપદેશ-શબ્દો ઉપર નથી, એમ કહે છે. એમ આવ્યું ને? આહાહા.. તે કાળે પણ જ્ઞાયક સ્વભાવની અનંત શક્તિઓ છે તે ઉપર એની દૃષ્ટિનું ધોરણ બંધાઈ ગયું છે. નજરબંધી કરી છે. નજર આત્મા ઉપર બાંધી દીધી છે. એ નજરબંધીને લઈને બીજું દેખતો નથી, એમ કહે છે. સમજાણું કાંઈ? માણસ નથી (કહેતા)? નજરબંધી (થઈ હોય) પછી બીજું દેખે નહિ. એવા અત્યારે થાય છે ને કેટલાક બાવા ને કાંઈક. કાંઈક એવું નાખે કે પછી એને જ દેખે ને એની ભેગો ચાલ્યો જાય. પૈસાવાળો હોય તોય. થયું હતું એવું નહિ કોકને હમણા? હેં? જેઠાભાઈ. એ નાખે એટલે એની પાછળ ચાલ્યો જાય) પછી ખબર પડે, ઉતરે ત્યારે. ઓ.યા માળે આ છે? એમ આ નજરબંધી (છે). જેણે નજરું બાંધી છે સિદ્ધ સ્વરૂપમાં. આહા.! એ નજરબંધીની કેડે ચાલ્યો જાય છે. રાગ ને શરીર આદિ પર બાહ્ય પરિગ્રહ કે અત્યંતર, એના ઉપરથી દૃષ્ટિ ઉઠી ગઈ છે. આહાહા.! આ તો ગૃહસ્થાશ્રમમાં સમકિતી હોય તોય આમ છે, એમ કહે છે. આહાહા...!
સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો. તે થતો નથી, નિર્જરા જ થાય છે. અશુદ્ધતા ખરી જાય છે. આહાહા..! “જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે...” એ ઉદય છે એ નિમિત્તથી કહે છે. ઉદય પોતામાં છે, એમ. ‘તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી.... આહાહા. પર્યાયમાં નિર્બળતા છે પણ અભિપ્રાયમાં નિર્બળતા નથી. અભિપ્રાયમાં તો પૂર્ણાનંદનો નાથ તે બળવાન છે. આહાહા...! એ બળવાનને પડખે ચડી ગયો છે. આહા...! એ નિમિત્તથી કથન છે. મૂળ તો પર્યાયમાં નબળાઈ છે. તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી,...” પર્યાયની નિર્બળતા ઉપર દૃષ્ટિ નથી. આહાહા.! અંતર જ્ઞાયક સ્વભાવ પૂર્ણાનંદનો નાથ બળવંત ચૈતન્ય, તેની ઉપર દૃષ્ટિ હોવાથી પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે. આહાહા.! સ્વભાવ સન્મુખતાનો પ્રયત્ન ચાલુ છે. સ્વભાવ ભાન છે અને સ્વભાવ સન્મુખનો પ્રયત્ન ચાલુ છે. એથી “ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.” આહાહા.! બહાર છોડે ને ત્યાગે એ વાત અહીં ન લીધી. પણ એ બહાર છોડવું ક્યાં છે)? મફતના ઈ તો. બહારથી તો