________________
૫૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે...” (અર્થાતુ) પોતાના સ્વરૂપમાં. સિદ્ધ નામ પોતાનું સિદ્ધ સમાન સદા પદ મેરો આહાહા...! એવો જે ભગવાન સિદ્ધ સ્વરૂપ, તેની ભક્તિ-એકાગ્રતા. આહાહા...! નામ સિદ્ધ શબ્દ પડ્યો છે. અર્થકારે પોતે .... “સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે એટલે પોતાના સ્વરૂપમાં જોડેલો છે. રાગમાંથી તોડેલો છે. આહાહા.! રાગનું જોડાણ તોડ્યું છે, સ્વભાવનું જોડાણ વધાર્યું છે. આહાહા...!
“અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર પ્રત્યે) દૃષ્ટિ જ ન રહી... આહાહા...! શું કીધું ઇ? સ્વરૂપ શુદ્ધ છે એના ઉપર જોડાણ થયું એટલે પછી રાગાદિનું જોડાણ ત્યાં રહ્યું નહિ. “અન્ય ધર્મો પર પ્રત્યે) દૃષ્ટિ જ ન રહી...” રાગાદિ પ્રત્યે તો દૃષ્ટિ જ રહી નહિ. આહાહા...! ઓહોહો. તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે...” એ પાઠનો અર્થ છે એનાથી એક બીજો (અર્થ) કર્યો. અને આત્મશક્તિનો વધારનાર છે. રાગાદિને ઘટાડનાર છે એ ગોપવે છે, એમ કહ્યું. હવે આની શક્તિને વધારનાર છે એ ઉપવૃંહણ છે. આહાહા...! આરે...આ તે વાતું, ભાઈ! આ કથા નથી કંઈ, આ તો બાપુ! વીતરાગનો (માર્ગ છે). આહાહા...!
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃહણ પણ છે.” જે ટીકામાં છે ઇ. ‘ઉપવૃંહણ એટલે વધારવું તે.” ઓલું ગોપવવું હતું. આ વધારવું. પાઠમાં મૂળ ઈ લીધું છે. તે “સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી...” ધર્મીજીને સિદ્ધ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન, પૂર્ણ વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા, તેની સાથે ઉપયોગને જોડ્યો છે. રાગથી જોડાણ તેણે તોડ્યું છે અને સિદ્ધથી જોડાણ છૂટું હતું એને જોડી દીધું છે. આહાહા...! જેણે જોડ્યું તેણે તોડ્યું. જેણે સિદ્ધ સ્વરૂપમાં જોડાણ કર્યું તેણે રાગનું જોડાણ તોડી નાખ્યું છે. આહાહા...! આવી વાતું, ભાઈ!
સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી...” જોયું? તેના આત્માની સર્વ શક્તિ વધે છે. પર્યાયમાં, હોં! શક્તિ વધે છે એટલે શક્તિ છે એટલી તો અનંત છે પણ એનો સ્વીકાર હોવાથી પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ વધે છે. આહાહા.! આત્મા પુષ્ટ થાય છે...... આહાહા.! ઓલું હીણાપણું ટળે છે અને અહીં ઉત્કૃષ્ટપણું શુદ્ધિ પુષ્ટ થાય છે. આહાહા.! ચણો જેમ પાણીમાં પોઢો થાય પણ એ તો પોલો પોઢો છે અને આ તો અંદર શક્તિઓ જે અનંત છે એના ઉપર દૃષ્ટિ અને એનો સ્વીકાર હોવાથી તેની શુદ્ધિની પર્યાયમાં વૃદ્ધિ થતી જાય છે. આત્મા પુષ્ટ થાય છે. આહાહા.! પર્યાયમાં જે (શુદ્ધિની) ઓછપ હતી તે પુષ્ટ –વૃદ્ધિગત) થાય છે. આરે.! આવી વાતું હવે. આહાહા.! “માટે તે ઉપબૃહણગુણવાળો છે.” વધારવાવાળો (છે). આહાહા.! બાહ્ય પરિગ્રહ ઉપર તો જેની દૃષ્ટિ નથી પણ અત્યંતર રાગાદિ છે તેના ઉપર પણ જેની દૃષ્ટિ નથી. આહાહા.! ભગવાન