________________
ગાથા- ૨૩૩
પર૩
હજી આ પહેલા સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની ખબરું ન મળે. એ શક્તિઓનો જ્યાં સ્વીકાર થયો તો ઢગલાબંધ શક્તિઓ જે છે તેની પર્યાયમાં ઢગલાબંધ પર્યાયોની શુદ્ધિ વધતી જાય છે. આહાહા...! અને મંદતાથી જે બંધ થતો, ભાઈ! માર્ગ બહુ ઝીણો છે, બાપુ! આહાહા...! અત્યારે તો આખો ફેરફાર કરી બેઠા. મિથ્યાત્વ શું છે તેના ત્યાગ વિના બધો બાહ્ય ત્યાગ કરીને બેસે એ તો મિથ્યાત્વની પુષ્ટિ કરે છે.
મુમુક્ષુ :- બાહ્ય ત્યાગમાં હેતુ હોય છે.
ઉત્તર :- બાહ્ય ત્યાગ તો છે જ, ત્યાગ જ છે, પર ગ્રહણ કે દિ કર્યો હતો? બાહ્યનો તો ત્યાગ જ છે અને આ ત્યાગું છું એ માન્યતા તો મિથ્યાત્વ છે. આકરી વાત, ભાઈ! જે ગ્રહ્યું નથી તેને ત્યાખ્યું એમ કહેવું એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા...!
અહીં તો પરમાત્મા એમ કહે છે, સમ્યગ્દષ્ટિને પોતાની શક્તિઓનું જ્ઞાનમાં ભાન થઈને પ્રતીતિ થઈ ગઈ છે તેથી તેની એકતામાં વધારો થતો જાય છે. સમકિત થયું એટલે શક્તિની પ્રતીતિનું જ્ઞાન, અનુભવ, આનંદનો સ્વાદ આવ્યો. એની સાથે અનંતા ગુણની વ્યક્તતાનો સ્વાદ આવ્યો. આહાહા.! અને તેથી તેમાં એકતા હોવાથી તે શુદ્ધિ અને પર્યાયમાં વધતી જાય છે. આહાહા...! ધન રળે ને ઢગલા થાય, ઇ. ધન નામ સ્વરૂપનું ધન છે, આહાહા...! એનો જેણે સ્વીકાર–મારા છે એમ જાણ્યું, એની પર્યાયમાં શક્તિનું ધન વધી જાય છે. આહાહા..!
કુંદકુંદાચાર્યની શૈલી અદ્ભુત શૈલી છે. અત્યારે તો મૂળ મિથ્યાત્વ શું ને સમકિત શું એની ખબરું વિના બાહ્યના ત્યાગ (કરી બેસે. બાહ્યનો ત્યાગ તો છે જ એમાં તે ત્યાગ કર્યો (એવું) માન્યું એ શું? એ તો મિથ્યાત્વ છે. પરના ત્યાગગ્રહણ રહિત પ્રભુ તો અનાદિથી છે જ. ફક્ત રાગ ને વિકારને પકડ્યો છે તે મિથ્યાત્વભાવ છે એને છોડવું છે એ ન છોડતાં બાહ્યને છોડવા મંડ્યો. આહાહા! એ તો મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. બાપુ આકરું કામ ભાઈ! આહાહા.! એ મિથ્યાત્વનો વધારો કરે છે અને સમ્યગ્દષ્ટિ શક્તિની પર્યાયનો શુદ્ધતાનો વધારો કરે છે. આહાહા..! સમજાણું કાંઈ?
તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ...” જરીક નિર્બળતાથી થાય છે એ સબળતાની વૃદ્ધિથી તે નિર્બળતાનો નાશ થઈ જાય છે. આહાહા.! અશુદ્ધતાનો નાશ થઈ જાય છે. કર્મનું ગળવું એ તો પરમાં પરનું (છે). અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી અશુદ્ધતા ટળી જાય છે. આહાહા...! શુદ્ધિની ઉત્પત્તિ થાય છે તેથી અશુદ્ધતાનો વ્યય થાય છે. આહાહા...! એ નિર્જરા થાય છે, એમ કીધું. આહાહા...! ગજબ વાત છે.
ભાવાર્થ – “સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. સામે બીજું લીધું. ઓલું ઉપબૃહણ હતું. સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૃહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને