________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
૫૨૨
આવું સ્વરૂપ (છે).
સમસ્ત આત્મશક્તિઓની...' સમસ્ત કેમ કહ્યું? કે જેટલી શક્તિઓ જે દ્રવ્ય સ્વભાવમાં અનંત છે, એ જેનો પરિગ્રહ છે અને મારી ચીજ આ છે એમ જેણે એકત્વબુદ્ધિ કરી છે તેની પર્યાયમાં અનંત શક્તિઓની પર્યાયમાં શુદ્ધિનો અંશ પ્રગટ થાય છે. તે તે શુદ્ધિના અંશને વધારતો જાય છે. આહાહા..! આવી વાતું. ‘ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી... આહાહા..! જે દુર્બળતાથી બંધ થતો હતો તે તેને થતો નથી. આહાહા..! વસ્તુનો સ્વભાવ અનંત શક્તિ સંપન્ન પ્રભુ, તેનો અંત૨માં સ્વીકાર થવાથી તે શક્તિઓની વ્યક્તતાનો જ વધારો થાય છે. સમજાય છે કાંઈ? આહાહા..! એનું નામ આ ઉપબૃહક (છે). વધારે કરે છે ને? પછી અર્થમાં બીજું લેશે. ગોપવે ઇ, દોષને ગોપવે ઇ. આ પહેલું અસ્તિથી વધા૨ો ક૨વાનું લીધું. પછી દોષને ગોપવે છે એટલે કે અંદર અભાવ કરે છે, દોષને ઢાંકી રે છે અને પોતાની શુદ્ધિની વૃદ્ધિને પ્રસિદ્ધ કરે છે. એ પહેલું અસ્તિથી આ લીધું. આહાહા..! ઇ પણ આવે છે, કહ્યું ને આ, આ કહ્યું ને શું કીધું? ઇ નાસ્તિથી છે. એ તો કહ્યું ને સાથે. એ હવે હમણાં આવશે. આ અસ્તિથી પહેલી વાત છે.
ઉપબૃહણ (એટલે) વધારે, ઉપગ્રહન (એટલે) ઘટાડે–દાબે. એ નાસ્તિથી છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! ધન રળે ને ઢગલા થાય, નથી કહેતા? પોતે ૨ળે એમાં ઢગલા ન થાય, પછી ધન વધી ગયું ને પછી એમાંથી ધન વધે. એમ અહીં જે ધન ભગવાનઆત્માનું ધન, સધન અનંત શક્તિઓને જેણે ગ્રહણ કરી, આહાહા..! અનંત અનંત શક્તિઓનો પાર ન મળે એવી બધી શક્તિઓને જેણે પોતાની માનીને ગ્રહણ કરી એ શક્તિની પર્યાયમાં વ્યક્તતા વધતી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. નિર્જરા અધિકાર’ છે ને. નિર્જરાના ત્રણ પ્રકાર છે. એક–કર્મનું ગળવું. સ્વભાવની શુદ્ધિની વૃદ્ધિ થતાં કર્મનું ગળવું એક નિર્જરા. અને એક અશુદ્ધનું ટળવું એ અશુદ્ધનિશ્ચયનયની નિર્જરા અને એક શુદ્ધિની વૃદ્ધિ થવી એક નિર્જરા. સમજાણું કાંઈ? તો આ એણે પહેલું આ લીધું–શુદ્ધિની વૃદ્ધિ. આહા..!
આત્મશક્તિઓનો વધા૨ના૨ છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી પર્યાયમાં) (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.' આહાહા..! શું કહે છે? જેને સમ્યગ્દર્શનમાં પૂર્ણાનંદના નાથનો પૂર્ણ શક્તિનો સંગ્રહ થયો, સંગ્રહ થયો એટલે સ્વીકાર કર્યો. શ્રદ્ધા-જ્ઞાનમાં જેણે પૂર્ણાનંદનો સંગ્રહ કર્યો. પરિગ્રહ કર્યો ને? આહાહા..! એની શક્તિઓની શુદ્ધિ પર્યાયમાં વધતી જાય છે. એ વધતી જાય તેથી તેને રાગની મંદતાથી કંઈ રાગ ભાવ આવે એ જરી જાય છે. મંદતાથી બંધ થતો હતો તે એને થતો નથી. આહાહા..! જુઓ! આ સમ્યગ્દષ્ટિના આચાર. આહાહા..! આ એનું આચરણ. શુદ્ધ સ્વભાવ ભગવાનઆત્મા, એનો અનુભવ થયો (ત્યાં) આનંદનો અનુભવ આવ્યો. સમ્યગ્દર્શન થતાં એને આનંદનો અનુભવ આવ્યો. એ આનંદના અનુભવની સાથે બધી શક્તિઓનો અંશ વધી ગયો. આહાહા..!