________________
પ૨૧
ગાથા– ૨૩૩
આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.
ગાથા-૨૩૩ ઉપર પ્રવચન
“હવે ઉપગૂહન ગુણની વ્યાખ્યા કહે છે – પાંચમું. પાંચમું છે ને આ?
जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्यो।।२३३।। જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો,
ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૩. આ સિદ્ધ એટલે પર નહિ. આહાહા. મિથ્યાત્વનો જે અત્યંતર પરિગ્રહ છે એની જ્યાં સુધી એક્તાબુદ્ધિ અને એ મારા છે એમ ટળ્યું નથી ત્યાં સુધી બાહ્યનો ત્યાગ એ બધો મિથ્યા ત્યાગ છે. આહાહા...! સમજાય છે કાંઈ?
ટીકા :- “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” તેમાં એકત્વપણાને લીધે, એમ. આહાહા.! જ્ઞાયક સ્વભાવ ચૈતન્યમૂર્તિ પ્રભુ, એના પણાને લીધે એટલે એમાં એકત્વપણાને લીધે “સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, સમસ્ત આત્મશક્તિઓ જેટલી છે તેની પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપઍક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે... આહાહા.! શું કહ્યું છે? બાહ્ય પરિગ્રહ દસ પ્રકાર અને અત્યંતર ચૌદ પ્રકાર, બધા પરિગ્રહથી જેની બુદ્ધિ હટી ગઈ છે અને સ્વભાવનો પરિગ્રહ જે જ્ઞાયકસ્વરૂપનો પરિગ્રહ પકડ્યો છે. આહાહા.! એ નિર્જરા અધિકારમાં પહેલાં આવી ગયું છે. સ્વભાવ ચૈતન્યજ્યોત છે એને પકડ્યો છે, પરિગ્રહ કર્યો છે. પરિગ્રહ–સમસ્ત પ્રકારે ગ્રહ-પકડ્યો છે. આહા...! સમ્યગ્દષ્ટિને પરિગ્રહ સ્વભાવનો છે. આહા...!
“આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, કારણ કે એ પોતે પોતાનું સ્વરૂપ આ છે તેથી શક્તિ ઉપર એકત્વબુદ્ધિ છે અને પરની એકત્વબુદ્ધિ ટળી છે તેથી શક્તિઓની પર્યાયમાં વૃદ્ધિ કરતો થકો. શક્તિની વ્યક્તતાની વૃદ્ધિ કરતો થકો. શક્તિઓ તો ત્રિકાળ છે. એ ત્રિકાળ શક્તિને દૃષ્ટિમાં લીધી છે અને એકત્વબુદ્ધિ થઈ છે તેથી તે શક્તિઓની વ્યક્તતાને વધારતો થકો. આહાહા...! અને અસ્થિરતાનો જે રાગ છે તેને ઘટાડતો થકો. આહાહા.!