________________
ગાથા–૨૦૯
૨૫૯ તથાપિ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” એ ચીજ મારી છે એમ હું કદી નહિ માનું. મારો નાશ થયો, મારી ચીજ ચાલી જાય છે એમ હું કદી નહિ માનું. આહાહા...! ધર્મ, જૈનધર્મ. પોતા સિવાય પર ચીજ... આગળ વિષય લેશે, પદ્રવ્યને નહિ પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી,...” પરવસ્તુ મારી ચીજ નથી. આહાહા...! શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, લક્ષ્મી, આબરુ એ કોઈ મારી ચીજ નથી. આહા...! એ ચીજ (મારી) નથી તો પરદ્રવ્ય મારું સ્વ નથી,...” મારું ધન, મારી મિલકત એ ચીજ નથી. હું પરદ્રવ્યનો સ્વામી નથી...... આહાહા...! પત્નીનો સ્વામી પતિ, (અહીંયાં) ના પાડે છે, હું સ્વામી નથી. હું તો મારા સ્વરૂપનો સ્વામી છું. ચૈતન્ય શુદ્ધ. આહાહા...! ધર્મ અલૌકિક ચીજ છે. લોકોએ બહારમાં મનાવી દીધો. આહાહા..!
અહીંયાં તો કહે છે કે, પારદ્રવ્ય મારું સ્વ નથી, હું સ્વામી નથી. પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે... તે તો તેનું સ્વ છે. આહા.! પરદ્રવ્ય જ પદ્રવ્યનો સ્વામી છે...” તેનો સ્વામી તે છે. આહાહા.. બહું જ મારું સ્વ છું...” હું આનંદ અને જ્ઞાનમૂર્તિ પ્રભુ, તે જ હું છું. હું જ મારો સ્વામી છું – એમ હું જાણું છું. તેને નિર્જરા થાય છે. સમજાણું? આહાહા...! હું તો મારું સ્વ અને સ્વામી હું છું. પરનો હું સ્વ અને સ્વામી હું નહિ. તેનો સ્વામી તે છે અને તે તેનું સ્વ છે. આહા...!
ભાવાર્થ :- “જ્ઞાનીને પદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.” આહાહા...! એ બગડે તે માટે શોક થઈ જાય છે કે સુધરે માટે હર્ષ થઈ જાય) એમ નથી. પર્યાયમાં કમજોરીને કારણે આવે તે બીજી વાત છે. આહાહા.! પણ પરદ્રવ્યના બગડવા, સુધરવાને કારણે ધર્મને બગડવા, સુધરવાનો વિકલ્પ આવતો નથી. આહા...! “હર્ષવિષાદો હોતો નથી. બગડવા-સુધરવાનો હર્ષ-વિષાદ હોતો નથી.” આહાહા.! લક્ષ્મી વધી જાય તોય હરખ નહિ, નાશ થઈ જાય તોય શોક નહિ. મારી ચીજ ક્યાં છે તે મને મળી? આહા...!
એમ ચક્રવર્તી સમકિતી હો, છ— હજાર સ્ત્રી મારી નથી. આહાહા...! એ સ્ત્રી ચાહે તો પરદ્રવ્ય ગમે તે નાશ થઈ જાઓ, કોઈ લઈ જાઓ. આહાહા..! એ ચીજ મારી નથી. આહાહા... “રામચંદ્રજી તો જ્ઞાની હતા. “સીતાજીને ‘રાવણ’ લઈ ગયા તો અસ્થિરતાનો રાગનો ભાગ (આવે છે). સમજાણું? “સીતાજી’ને ‘રાવણ લઈ ગયા. “રામચંદ્રજી' તો જ્ઞાની ધર્માત્મા હતા. આહાહા...! એ જાણતા હતા કે એ મારી ચીજ નહિ, પણ અસ્થિરતાનો રાગ આવ્યો તેનો પણ હું સ્વામી નથી. આહા.! એ રાગ મારો નહિ. હવે આ વાત (બેસવી). અને ડુંગરે ડુંગરે પૂછે, “સીતા’ ક્યાં “સીતા? હેં? છતાં તેની ચીજ નથી. આહાહા! એ તો કોઈ ચારિત્રના દોષનો વિકલ્પ હતો. આહાહા! બહુ જગતને બેસવું કઠણ પડે).
“જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.” આહાહા...! “ભરત' ચક્રવર્તી સમકિતી હતા. ભાઈએ આજ્ઞા માની નહિ તો લડાઈ કરવા ઉભા થયા, મારવા