________________
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૨૮૯ ગાથા-૨૦૯, ૨૧૦ શ્લોક-૧૪૫ સોમવાર, શ્રાવણ વદ ૧૩, તા. ૨૦-૦૮-૧૯૭૯
સમયસાર’, ‘નિર્જરા અધિકાર ૨૦૯ ગાથા. વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે :- ૨૦૯ (ગાથા) ઉપર. ધર્મી જેને આત્માનો રાગથી ભિન્ન અનુભવદૃષ્ટિ થઈ છે તેનું નામ ધર્મી અને સમ્યગ્દષ્ટિ (છે). રાગથી, પરથી તો ભિન્ન છે જ પરંતુ દયા, દાનના વિકલ્પથી, રાગથી પણ ભિન્ન એવી ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, જેને એ દૃષ્ટિમાં, અનુભવમાં ને જ્ઞાનમાં એ જણાણું છે તેને અહીંયાં ધર્મી અથવા ધર્મનો ધરનાર કહેવામાં આવે છે.
એ ધર્મી એમ વિચારે છે કે, “વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે એમ હવે કહે છે :- ૨૦૯.
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।। છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ટીકા :- "પદ્રવ્ય છેદાઓ....” કટકા થઈ જાય. આહા...! મારા આત્મા સિવાય કોઈપણ ચીજ શરીર, વાણી, કુટુંબનો છેદ થઈ જાય, ભેદાય. છેદાઓ નામ છેદાવું, ભેદ નામ ભેદાવું. છેદાવામાં ટૂકડા થઈ જાય. ભેદાવામાં ટૂકડા ન થાય. અથવા કોઈ તેને લઈ જાઓ, મારી ચીજ ક્યાં છે? આહાહા..! શરીર, પરિગ્રહ છેદાઓ, ભેદાઓ ગમે તે થાઓ, ધર્મીને તેની દૃષ્ટિ શરીર ઉપરથી છૂટી ગઈ છે. આહાહા...! ધર્મ દુર્લભ ચીજ છે. દેહની ક્રિયાની તો દૃષ્ટિ છૂટી ગઈ છે પણ પુણ્ય, દયા, દાન, ભક્તિના, વ્રતના પરિણામથી પણ જેની દૃષ્ટિ છૂટી ગઈ છે. આહા.! તેની દૃષ્ટિ ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, ચેતનસ્વરૂપ જેનું ત્રિકાળી એવું જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવે તેને અહીંયાં ધર્મ અને ધર્મી કહેવામાં આવે છે.
તે ધર્મી એમ વિચારે છે, પરદ્રવ્ય છેદાઓ, શરીર, લક્ષ્મી, આબરુ, કીર્તિ, સ્ત્રી, કુટુંબ બધી ચીજ મારી નથી. છેદાઓ, કટકા થઈ જાઓ, ભેદાઓ-ભૂકો (થાઓ). ભેદાવમાં ભૂકો (થાય), છેદાવામાં કટકા (થાય). આહા...! “અથવા કોઈ તેને લઈ જાઓ.” ગમે તે લઈ જાઓ મારી ચીજ છે નહિ. આહાહા...! “અથવા નષ્ટ થઈ જાઓ” સર્વથા પ્રકારે નાશ થાઓ, મારી ચીજ ક્યાં છે? આહા...! જુઓ! ધર્મીની દૃષ્ટિમાં આવી ભાવના છે. આહાહા...! મારી સિવાય કોઈપણ પરિગ્રહ, વસ્તુ નાશ થઈ જાઓ “અથવા ગમે તે રીતે જાઓ” કોઈપણ પ્રકારે બળી જાઓ, તણાય જાઓ, રાખ થઈ જાઓ. આહાહા.!