________________
ગાથા૨૪
૧૭પ (ટીકા :- આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે - જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસાર પ્રગટપણે પામે છે, તેના અર્થાતુ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન થતા નથી, રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્ત્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. આવું જ્ઞાનના આલંબનનું માહાસ્ય છે.)
ભાવાર્થ - કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
* વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.
ગાથા-૨૦૪ ઉપર પ્રવચન
‘હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં...” અહીં તો ક્ષયોપશમનું નિમિત્ત લીધું છે. વાત એમ છે કે કર્મના નિમિત્તની અપેક્ષા જેમાં છે, કેવળજ્ઞાનમાં કર્મના નિમિત્તની અભાવની અપેક્ષા (છે) અને ચાર જ્ઞાનમાં હજી કર્મનું નિમિત્ત સદ્ભાવપણે પણ છે. એટલે (કહે છે કે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં...” પર્યાયમાં ભિન્ન ભિન્ન દશા–મતિ, શ્રત, અવધિ એવા ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે.” ભેદ નહિ. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જેમ ત્રિકાળી