________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાન છે એમ પર્યાયમાં અભેદપણે જ્ઞાન એકલું, પર્યાયના ભેદ નહિ. આહાહા.! આવી વાત. તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. પર્યાય લેવી છે ને? મોક્ષનો ઉપાય લીધો ને? તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનમાં જે અભેદરૂપ જ્ઞાનપર્યાય થઈ, ભેદ નહિ, એ અભેદરૂપી પર્યાય થઈ તે મોક્ષનું કારણ છે. ભેદનું લક્ષ કરવા જાય છે તો તો વિકલ્પ ઉઠે છે. આહાહા.! ભેદને ગૌણ કરીને અભેદની દૃષ્ટિ કરાવવા તેને કેવળજ્ઞાનની પરોક્ષ વાત કરી અને કેવળજ્ઞાન પણ ભેદરૂપ છે તો તેનું પણ લક્ષ છોડાવે છે અને ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરવું તે જ તેનું તાત્પર્ય અને ફળ છે. આહાહા...! મોક્ષનો ઉપાય લીધો છે ને? આમ ઉપાય તો મતિ, શ્રુત જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. એવા અર્થની ગાથા કહે છે :- લ્યો.
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं ।
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि ।।२०४।। નીચે. અહીં પાઠ લીધો છે, કર્મના ક્ષયોપશમનું નિમિત્ત. કેવળજ્ઞાનમાં તો કર્મનું ક્ષાયિક છે. સમજાણું? પણ અહીંયાં ક્ષયોપશમની દશામાં પાંચ ભેદનો આશ્રય નહિ લઈને અભેદનો આશ્રય લેવો, એ અપેક્ષાએ જ્ઞાનના ક્ષયોપશમની અપેક્ષા લીધી. કારણ કે તેને ક્ષયોપશમ ભાવ છે ને? મતિ ને શ્રુત જ્ઞાનમાં ક્ષયોપશમ ભાવ છે તો ક્ષયોપશમ ભાવના નિમિત્તે જ્ઞાનમાં ભેદ પડે છે). આહાહા! કર્મના ક્ષયોપશમના નિમિત્તે લીધું છે. તો કેવળજ્ઞાન તો કર્મનું ક્ષયકરણ છે પણ અહીંયાં કહે છે કે એ બધા ભેદ છે એમ લક્ષમાંથી છોડાવવું છે. એ અપેક્ષાએ મતિ-શ્રુત જ્ઞાન આદિ પાંચ ભેદવાળું છે તો પાંચના ભેદનું જે જ્ઞાન થાય છે તે છોડાવવું છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો અધ્યાત્મ ગ્રંથ છે. આહાહા...!
અહીં શબ્દ એવો લીધો છે. ઈ તો ભાઈએ લીધો છે, હોં! “તથાપ્તિ શબ્દ છે અહીં તો. સંસ્કૃતમાં તો માથે “તથાદિ તે અમે કહીશું, એટલું. ૨૦૪ છે ને. “અમૃતચંદ્રાચાર્યનો માથે સંસ્કૃત શબ્દ “તથારિ (છે). એ તો આણે જયચંદ્રજીએ પછી “તથાદિનો અર્થ લીધો. આહા..!
મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. ટીકા :- આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે. પરમાર્થનો અર્થ પરમ પદાર્થ. પરમાર્થ કરવો એ વાત અહીં નથી. આ પરમ પદાર્થ–પરમાર્થ. એટલે કે પરમ પદાર્થ છે. અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે;” આત્મા એક જ સ્વરૂપે છે. તેથી જ્ઞાન પણ એક જ પદ . તો જ્ઞાનનું એકપણું જ હોય છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. આહાહા.! શું કહે છે? જે જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળ છે એ તો એક વાત, પણ એમાં જે અભેદ જ્ઞાન થયું