________________
ગાથા૨૪
૧૭૭
એ એક જ પ્રકારનું છે, પાંચ પ્રકારનું નહિ. અને એ પાંચ પ્રકાર ખરેખર તો જ્ઞાનની શુદ્ધિ વધતી જાય છે તે અભેદને અભિનંદે છે. એ ટીકામાં આવશે – અભેદને અભિનંદે છે, ભેદને નહિ. આહાહા...! ટીકામાં આવશે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.’ નામનું પદ, પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.”
અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી.” આહા! જ્ઞાયકભાવ તરફની એકાગ્રતા, એ મતિજ્ઞાન આદિ ભેદ આ પદને ભેદતા નથી. જ્ઞાનની એકાગ્રતામાં ભેદ થતા નથી. અભેદમાં ભેદ પડતા નથી. આહાહા...! અભેદ કોણ? જ્ઞાયક સ્વભાવ તો અભેદ છે પણ તેની એકાગ્રતા અભેદ (છે). એ અભેદમાં ભેદ દેખાતો નથી. એ અભેદમાં ભેદ આવતા નથી. આહાહા.! અરેરે...! આવી વાતું હવે. હજી અહીં તો પુણ્ય એ ધર્મ છે એમ કહે છે). અને પુણ્ય એ ધર્મ કેમ કહ્યું છે? કે જેને નિશ્ચય ધર્મ આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેના પુણ્યને વ્યવહાર ધર્મ કહ્યો છે. સમજાણું? પણ જેને આત્મજ્ઞાન છે જ નહિ તેને તો વ્યવહારાભાસ, વ્યવહાર ધર્મ કહે છે.
“મોક્ષ અધિકારમાં આવે છે ને? ભાઈ! મોક્ષની ચિંતા, બંધની ચિંતા એ ધર્મમાર્ગ છે, ધર્મધ્યાન છે. એ વ્યવહાર ધર્મ, રાગ. આહાહા.. “મોક્ષ અધિકારમાં આવે છે. બંધની ચિંતા અને બંધનું જ્ઞાન કરવાથી આત્માનો મોક્ષ ન થાય. શુદ્ધનો આશ્રય લે તો આત્માનો મોક્ષ થાય. આહાહા.! સમજાણું? બંધ-ચિંતાથી બંધ મટે નહિ.
મુમુક્ષુ :- એને તોડવા માટે.
ઉત્તર :- તોડવું એટલે શુદ્ધનો આશ્રય લેવો, એનો અર્થ એ છે). સમજાણું? મારે તો બીજું કહેવું છે કે બંધની ચિંતાને ત્યાં ધર્મ કહ્યો છે. ઇ પુણ્યરૂપી ધર્મ, એમ કહ્યું છે. ત્યાં કહ્યું છે ને, બધી ખબર છે. બંધની ચિંતાને ત્યાં ધર્મધ્યાન કહ્યું છે. ધર્મ. એ પુણ્ય. પુષ્યને ધર્મ કહ્યો છે. આહાહા.! ત્યારે ઓલો કહે છે ને? પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પણ અહીં તો નિશ્ચયની દૃષ્ટિપૂર્વક જે પુણ્ય છે તેને વ્યવહાર ધર્મ કહે છે, પણ છે તો નિશ્ચયથી તો એ પાપ. પુણ્ય પણ પાપ જ છે. સ્વભાવમાંથી પતીત થાય છે, અંતરમાં રહી શકતો નથી અને વિકલ્પ આવે છે, એ તો પવિત્રતામાંથી પતીત થવું એ પાપ છે. આહાહા...! શું કહ્યું?
પવિત્રતાનો પિંડ ભગવાન, તેની પરિણતિમાં રહેવું અને એ સિવાય બહાર આવવું, રાગમાં આવવું) એ તો પવિત્રતામાંથી પતીત થવું છે. તો પવિત્રતામાંથી પતીત થવું એ પાપ છે. એ પુણ્ય-પાપ અધિકારમાં સંસ્કૃત ટીકામાં છે. પુણ્ય-પાપની ટીકામાં “જયસેનાચાર્યની ટીકામાં આ શબ્દ છે કે, પોતાનો જે પવિત્ર સ્વભાવ છે તેની દૃષ્ટિ અને જ્ઞાન, તેનાથી પતીત થાય અને રાગમાં આવે છે, એ પુણ્ય રાગને પાપ કહે છે. આહાહા.! સમજાણું?
આમાં તો એક જ ટીકા છે ને? “અમૃતચંદ્રાચાર્યની છે. “જયસેનાચાર્યની ટીકામાં છે છે. જયસેનાચાર્યની ટીકામાં છે. મૂળ પુસ્તક છે ને? એમાં છે. બેય ટીકા છે ને? “શ્રીમદ્