________________
ગાથા૨૧૦
૨૬૯ કોઈ અલૌકિક ચીજ છે. લોકોને સાંભળવા મળી નથી. બહારની કડાકૂટ, વ્યવહાર કરી ને આ કરો ને આ કરો. વ્રત પાળો ને ભક્તિ કરો ને પૂજા કરો ને. આહા...!
અહીં તો કહે છે, સાંભળ તો ખરો, પ્રભુ! એ પૂજામાં પણ આમ સ્વાહા (બોલે, એ વાણીની ક્રિયા જડની ક્રિયા થાય છે, એ તારાથી નહિ. આહાહા...! અને હાથ આમ ચાલે છે એ તો ક્રિયાવતી શક્તિને કારણે એ પરમાણુમાં ગતિ થવાનો (કાળ છે, એ પરમાણુને કારણે, ક્રિયાવતી શક્તિને કારણે એમ થાય છે, તારાથી નહિ. આ વાત ક્યાં છે? આહા...! વીતરાગ. વીતરાગ. વીતરાગ... વીતરાગ... વીતરાગ... વીતરાગ. માર્ગ કોઈ અલૌકિક છે,
ભાઈ
વીતરાગી પ્રભુ આત્મા, તે જેને દૃષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો તેને જે રાગ ઉત્પન્ન થાય છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપનો વિકલ્પ (આવે) તેને વ્યવહારધર્મનો આરોપ કહે છે. સમજાણું? અહીંયાં તો કહ્યું કે, નિશ્ચય જે શુદ્ધ સ્વરૂપ આત્મા છે તેનો અનુભવ થયો) તે નિશ્ચય સમકિત. તો રાગને વ્યવહાર સમકિત (કહેવામાં આવે છે). તો રાગ તો ચારિત્રનો દોષ છે. તેને વ્યવહાર સમકિત કહેવું? એ તો આ સમકિત છે તેની સાથે સહચર દેખી, નિમિત્ત દેખી, ઉપચારથી વ્યવહાર કહેવામાં આવ્યો. આહાહા...! સમજાણું? પ્રવિણભાઈ આવું ઝીણું છે. આહા...!
આ જુઓને, કેવું લખ્યું? અને સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. ત્યારે આ જે વ્યવહારધર્મ કહ્યો એ તો ઉપચારથી કહ્યું છે. કેમકે નિશ્ચયધર્મ આત્માનો અનુભવ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું છે તેની સાથે આ રાગને સહચર દેખી, નિમિત્ત દેખી, ઉપચારથી વ્યવહારધર્મનો આરોપ કરવામાં આવ્યો છે. આહાહા.! બહુ ખુલાસો કર્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશકોને કેટલાક માનતા નથી. અત્યારે વિદ્યાસાગર નીકળ્યો છે. એ કહે, મોક્ષમાર્ગ પ્રકાશક' નહિ, બનારસીદાસનું નહિ, “સમયસાર નાટક” નહિ. કારણ કે એમાં પોકળ (–પોલ) ખુલી જાય એવું છે. શાસ્ત્રમાં તો ગંભીર વાત ટૂંકામાં ભરી હોય, આણે સ્પષ્ટ કરી નાખી. આ કહે, નહિ. ગૃહસ્થના કહેલા નહિ. અમે તો મોટા સાધુ છીએ ને. અરે.! હજી બાપા! આહા...! તારી ક્રિયાકાંડ દેખીને તને એમ થઈ જાય કે, આહા...! એ તો મંદ રાગની ક્રિયાઓ છે, એ બધો અધર્મ છે. આહાહા.! “મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ (સ્પષ્ટ કર્યું છે). આખા “મોક્ષમાર્ગ પ્રકાશક”માં તત્ત્વને સ્પષ્ટ કરી નાખ્યું. “ટોડરમલજીને વીસપંથી માને નહિ. કારણ કે એમાં એનું પોકળ (પોલ) ખુલી જાય છે.
મુમુક્ષુ :- વીસપંથીને તો ખોટા કહ્યા છે.
ઉત્તર :- કારણ કે વીસપંથીને તો દેવ-દેવલા માનવા. અહીં તો દેવ-દેવલાને માને તો મિથ્યાદૃષ્ટિ કહે. પદ્માવતી ને ફલાણીવતી ને ઢીકણીવતી. આહા...!
ત્રણલોકનો નાથ દેવ, અચિંત્ય દેવ ન આવ્યું? અચિંત્ય દેવ તો તું છો. તારા દેવની