________________
૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ શાસ્ત્રની ભક્તિ આદિનો રાગ આવે છે તેને વ્યવહારધર્મનો આરોપ કર્યો. તેને પણ વ્યવહારધર્મ (કહે છે), નિશ્ચયધર્મ નહિ. વ્યવહારધર્મ(નો) આરોપ કર્યો. આવી વાતું, પણ હવે શું થાય? આહા..!
મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે ને? “મોક્ષમાર્ગ પ્રકાશક છે? અંતરંગમાં તો પોતાનો નિર્ધાર કરી લીધો છે અને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને તો ઓળખતા નથી પણ જિનાજ્ઞા માની નિશ્ચય-વ્યવહાર બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કંઈ બે નથી. ધર્મ બે નથી, મોક્ષમાર્ગ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. કથનમાં બે પ્રકાર છે.
જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કથન કર્યું એ નિશ્ચય. જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે, સહચારી છે, ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. આહાહા.... કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. આહાહા.! એ શું કહ્યું?
જ્યાં નિશ્ચય સ્વભાવની ધર્મ દૃષ્ટિ થઈ ત્યાં રાગ આવે છે તેને વ્યવહાર સમકિત, ધર્મને વ્યવહારધર્મ, અહીં નિશ્ચયધર્મ છે તો વ્યવહારધર્મ, નિશ્ચય સમકિત છે તો વ્યવહાર સમકિત, નિશ્ચયજ્ઞાન છે તો વ્યવહારજ્ઞાન કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું? નિશ્ચય સ્વરૂપની દૃષ્ટિપૂર્વક ચારિત્ર થયું છે તો નિશ્ચય ચારિત્ર વીતરાગતા છે અને રાગ આવ્યો તેને વ્યવહાર ચારિત્રનો આરોપ દઈને વ્યવહાર ચારિત્ર કહ્યું. રાગને વ્યવહાર ચારિત્ર કહ્યું. આહાહા.! શું થાય? ભાઈ! અરે...! આ બહારના ભપકામાં મરી ગયો માણસ. આ દેહ ને પૈસા ને આબરુ ને કીર્તિ ને... આહાહા...!
મુમુક્ષુ :- પૈસા હોય તો.
ઉત્તર :- ધૂળેય નથી. પૈસા હોય તો શું થયું? પૈસા ઘણાય છે. ક્યાં રહે છે? આ કરોડોપતિ ચાલ્યા, ત્યો હમણાં. ‘હસુભાઈ'. કોક કહેતું હતું, છ કરોડ છે. છ ભાઈને એકએકને એક કરોડ છે. એના બાપના પચાસ-સાઈઠ લાખ જુદા. ગુજરી જાય તો વારસામાં (આવ્યા એમાંથી) બાવીસ લાખ સરકારને ભરવા પડ્યા. એના બાપના પૈસામાંથી બાવીસ લાખ ભરવા પડ્યા. કોક કહેતું કે, દરેક પાસે એક એક કરોડ છે. એમ કહેતું હતું, આપણે
ક્યાં ગણવા ગયા છીએ? પણ બધાને પ્રેમ, હોં છએને. આ તો મરતા મરતા બચી ગયા છે. છેલ્લી એવી સ્થિતિ હતી કે, ઘા વાગે છે, મારી નાખે છે, કટકા થાય છે. છેલ્લે હું ગયો ત્યારે. ગયા ને માંગલિક સંભળાવ્યું પછી એકદમ ફરી ગયું. કુદરતે ફરવાનું હોય ને. સ્થિતિ એવી થઈ ગઈ હતી. પૈસા તો કરોડો હતા, ત્યાં શું ધૂળ કરે પૈસા? આહાહા...!
અહીં તો એમ કહેવું છે કે, મોક્ષમાર્ગનું નિમિત્ત, રાગને નિમિત્ત કહેવામાં આવ્યો. નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત તેને કહીએ કે નિમિત્ત શુદ્ધ નિશ્ચયને કરતું નથી. કરે તો તો નિમિત્ત રહેતું નથી. આહાહા...! સમજાણું? આ તો વીતરાગમાર્ગ, બાપા! આહાહા.. જૈનદર્શન