________________
ગાથા– ૨૧૦
૨૬૭ હવે કેટલાક કહે છે કે, ઇ નહિ. ‘ટોડરમલ', બનારસીદાસ” કહે, ગૃહસ્થો કહે એ નહિ. (કેમકે) પોતાની દૃષ્ટિને પોશાતું નથી. જ્ઞાની તો ચોથે ગુણસ્થાને તિર્યંચ હો કે સિદ્ધ હો, બેય એક જ વાત છે. પ્રરૂપણામાં જે વાત છે એ સમકિતી અને જ્ઞાનીની એક જ છે. અસ્થિરતામાં ફેર છે. તેનું સ્થાપન કરવામાં બિલકુલ જરીયે ફેર નથી. આહાહા...! ચાહે તો ચોથાવાળો કહે, ચાહે તો છઠ્ઠીવાળો કહે, ચાહે તો કેવળી કહે. સત્યધર્મની પ્રતીતમાં કોઈ ફેર નથી. એની પ્રરૂપણામાં જરીયે ફેર નથી. આહાહા.! સમજાણું? ચોથાવાળો પણ ઈ પ્રરૂપણા કરે કે, પુણ્ય એ ધર્મ નથી. ભગવાનની ભક્તિ આદિ આવે પણ નિશ્ચયનું) ભાન છે તેને વ્યવહારધર્મનો આરોપ કરીને પુણ્ય કહેવામાં આવ્યું છે. આહાહા.! હવે આવી લાંબી વાતું. આ તો હજી એકલું આત્મજ્ઞાન ન મળે, પ્રતીત, અનુભવ ન મળે. રાગથી ભિન્નનું તો ભાન ન મળે અને આ વ્યવહાર ક્રિયાકાંડમાં એને ધર્મ મનાવવો (છે). એને તો વ્યવહારધર્મનો આરોપેય નથી. હૈ? આહાહા...! આવું છે, પ્રભુ! શું થાય? આહા.!
અરે...કાલે ભાઈ નહોતો કહેતો? “ઈન્દુ. આહા...! પાણી ચડ્યા. અમારે તો ઓરડામાં અંદર નીસરણી હતી તો (ઉપર) ચડી ગયા. એકદમ પાણી આવ્યા. સામે મકાન હતું ત્યાં પાણી આવ્યું પણ એની નીસરણી બહાર, ઘર બહાર, એટલું નીકળી ન શકયા. પાણી આટલું મરી ગયા પાંચે, આખુ ઘર મરી ગયું. “ઈન્દુ' તો કહેતો હતો કે, અમે તો અંદરથી પોકાર કરતા હતા, ‘જ્ઞાયક આત્મા છું. એમ કહેતો'તો. છોકરાને જાણપણું છે, વાંચન ઘણું છે. કાલે નહોતો “ઇન્દુ' (કહેતો)? તમારા “ચીમનભાઈના જમાઈ. “ચીમનભાઈ'. બહુ જાણપણું ઘણું છે, હોં! હા. પણ એ તો પાણી આમ ભાળીને ઉપર ચડી ગયા પણ પોકાર (કર્યો. અમે તો જ્ઞાયક છીએ, જ્ઞાયક છીએ, જ્ઞાયક છીએ. કહેતા હતા ને કાલે? ભાઈ, લાલચંદભાઈ હતા. આહાહા.! ટાણે કામ ન આવે તો ક્યારે કામ આવે? જાણે કે આ પાણી ચડતું જાય, અહીં ઉભા છીએ ને અહીં સુધી) આવી ગયું. મરણના ટાણા આવ્યા. આહાહા...! પણ પછી તો ઉપર હતા. આખું ઘર બચી ગયું. ઘરમાં હેઠે પાણી ગરી ગયું. ઓરડામાં હતું તે નીકળી ગયું. કાદવ પડ્યો રહ્યો. ઓલુ ભોંયરુ હોય ત્યાં પાણી ભરાઈ ગયું. આહાહા...!
અહીં તો કહે છે, પ્રભુ એકવાર સત્યને સત્યને સત્ય તરીકે તો સમજ. આહા.! પ્રભુ! તારો આત્મા વીતરાગમૂર્તિ છે ને નાથ! આહા! તું વીતરાગસ્વરૂપ છો, પ્રભુ! ભગવસ્વરૂપ છો. આહાહા.! ભગવત્ સ્વરૂપની આ ભાગવત્ કથા છે. “નિયમસારમાં છેલ્લા શબ્દમાં આવે છે. આ ભાગવત્ કથા છે. ભગવંતની કથા ભાગવત્ છે. અન્યમાં ભાગવત્ કહે છે એ નહિ. આહા! આ તો ભગવંત સ્વરૂપ પરમાનંદનો નાથ! આહાહા...! જેની નજરું કરતાં ચૈતન્યના નૂર પ્રકાશમાં દેખાય. આહાહા...! એવો જે ભગવાન આત્મા, એનું જેને ભાન થયું આશ્રય લઈને, તેને શુદ્ધઉપયોગરૂપી ધર્મ પ્રગટ થયો. ભલે શુદ્ધઉપયોગ કાયમ ન રહે પણ શુદ્ધ પરિણતિ રહે એ કાયમ રહે. એ શુદ્ધ પરિણતિના કાળમાં જે રાગ, દેવ-ગુરુ