________________
૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રગટ્યો છે તેને. આહાહા...! જેને નિશ્ચયધર્મ પ્રગટ્યો નથી અને રાગને જ ધર્મ માને છે તેને વ્યવહારધર્મનો આરોપ પણ નથી થતો. આહા...!
મુમુક્ષુ - લોકો ધર્મ માને તો શું કરે?
ઉત્તર :- માને તો સ્વતંત્ર છે, અનાદિથી માન્યું છે. આહાહા..! રાગની ક્રિયા કરે અને અમે ધર્મી (છીએ) એમ તો મિથ્યાદૃષ્ટિએ અનાદિથી માન્યું છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને મંદિર બનાવ્યા માટે મને ધર્મ થઈ ગયો, ધૂળેય ધર્મ નથી, એ તો રાગ છે. એ અજ્ઞાનીના રાગની તો અહીંયાં વાતેય નથી. એ રાગને તો વ્યવહારધર્મ પણ કહેવાતો નથી. કારણ કે ત્યાં તો માત્ર મિથ્યાષ્ટિ, અજ્ઞાન છે ત્યાં વળી વ્યવહાર અને નિશ્ચય આવ્યા ક્યાંથી? આહા...! સમજાણું? ભાઈ! મારગડા પ્રભુના... ઓ.હો.!
એ પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન આત્માનું ભાન તો થયું છે. સમજાણું? તેને નિશ્ચયધર્મ પ્રગટ થયો છે. તેના રાગને ધર્મ કહીને વ્યવહારધર્મ કહેવામાં આવ્યો છે. વ્યવહારધર્મ એટલે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં છે કે, ભઈ! વ્યવહાર કહ્યો ને? (તો કહે છે), એ નિમિત્તની સાથે અંદર રાગની મંદતા કેવી હતી તેનું જ્ઞાન કરાવ્યું. આહાહા.! અરેરે..! થોડા ફેરે ક્યાં ફેર પડે છે? એમ કહીને અજ્ઞાનીને મિથ્યાષ્ટિપણામાં જે શુભભાવ હતો તેને ધર્મ મનાવવો છે અને ધર્મ કરતા કરતા કરતા નિશ્ચય થશે. વ્યવહારધર્મ કરતા કરતા નિશ્ચયધર્મ થશે. આમ એને મનાવવું છે. ભાઈ! એમ નથી, બાપુ! તારા હિતના માર્ગ છે,
ભાઈ! આહા...! તારો અનાદર કરવાની વાત નથી, પ્રભુ! તારું એમાં અહિત થાય છે. તું રાગને ધર્મ માનીને આગળ વધવા માગે છો, પ્રભુ! એ તો નુકસાન, મિથ્યાત્વના પોશણ છે. આહાહા.! અને મિથ્યાત્વનું પોશણ થવું એટલે) પ્રભુ! અનંતા ભવ જેના ગર્ભમાં રહ્યા છે. મિથ્યાત્વમાં તો અનંતા ભવનો ગર્ભ છે. આહા.! એને બચાવવા માટે પ્રભુ કહે છે, સાંભળ તો ખરો, પ્રભુ કે રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યનું જેને વેદન થયું. આહાહા.. તેને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ આવે છે તેને વ્યવહારધર્મનો (આરોપ કરવામાં આવે છે). છે પુષ્ય, છે રાગ, છે અધર્મ. વ્યવહારથી ધર્મનો આરોપ કરવામાં આવ્યો છે. આહાહા...! હીરાભાઈ! આવી ચીજ છે. આમાં કોની સાથે વાદ કરવા?
આ ટીકામાં જુઓને જયસેનાચાર્યે સ્પષ્ટ કરી નાખ્યું કે, એમ જ છે. રાગને વ્યવહારધર્મનું કથન કર્યું એ કેમ? કે, જેને રાગથી ભિન્ન નિજ સ્વરૂપનું વેદન શુદ્ધઉપયોગનું છે, એનાથી રહિત જે શુભઉપયોગ છે અને વ્યવહારધર્મનો આરોપ કરીને વ્યવહારધર્મ કહ્યો છે પુષ્ય, છે રાગ, છે દુઃખ. આહાહા.! શુદ્ધઉપયોગરૂપી ધર્મ છે સુખ, ત્યારે શુભઉપયોગરૂપી રાગ છે દુઃખ. આહાહા...! પણ એને વ્યવહારધર્મ કહ્યો એ આરોપથી કથન છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે, નિશ્ચય છે તેનું સહચર દેખીને, સાથે જોઈને, વ્યવહાર જોઈને, નિમિત્ત જોઈને વ્યવહારનો આરોપ કર્યો છે. સમજાણું? આહાહા.!