________________
ગાથા- ૨૧૦
૨૬૫ ધર્મી તેને ઇચ્છતો નથી. ધર્મને ઇચ્છતો નથી તો તેનો અર્થ શું થયો? આહાહા. પોતાના શુદ્ધઉપયોગરૂપી ધર્મને જ ભાવે છે પણ શુભભાવને ઇચ્છતો નથી. કેમકે શુભભાવરૂપી વ્યવહારધર્મ એ પુણ્ય છે. આહાહા...! અને એ વ્યવહારધર્મનો આરોપ પણ જ્ઞાનીને આવે છે, અજ્ઞાનીને તો નિશ્ચય નથી તો વ્યવહાર છે નહિ. શું કહ્યું, સમજાણું? આહા...!
અહીં પુણ્યને ધર્મ કેમ કહ્યો? કે, જ્ઞાનીને શુદ્ધ સ્વસંવેદન ચૈતન્યના પ્રકાશનું વેદન થયું છે. આહાહા.! તેની પાસે વિદાય રહિત જે શુભઉપયોગરૂપી ધર્મ. અહીંયાં નિશ્ચય છે તો વ્યવહારનો આરોપ કરીને (ધર્મ કહ્યું. છે પુષ્ય, છે વિકાર, છે દુઃખ. પણ જ્ઞાનીને તેનો વ્યવહારધર્મ કહેવામાં આવ્યો. જે બંધનું કારણ છે. આહા! આવી વાતું હવે ક્યાં? સમજાણું? એ તકરાર છે ને? પુણ્યને અધર્મ ક્યાં કહ્યું છે? આ શુદ્ધઉપયોગરૂપી ધર્મ તેનો વિદાય” નિશ્ચયધર્મ વિદાય”, શુભઉપયોગરૂપી ધર્મ – પુણ્ય “નેચ્છતિ'. એનો અર્થ શું? કે, શુભઉપયોગરૂપી ધર્મ એ અધર્મ છે. આ શુદ્ધઉપયોગરૂપ ધર્મ છે તો શુભઉપયોગ એ અધર્મ છે. એને અહીંયાં ધર્મનો વ્યવહાર તરીકે કહીને, પુણ્યને કહીને નિષેધ કર્યો છે. આહાહા.! ભારે આકરું.
એ કહ્યું છે, જુઓ! ટીકામાં છે. જયસેનાચાર્યની ટીકા. ‘વસંવેજ્ઞાન આહા.! એને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. શુભભાવ આવ્યો, શુભઉપયોગ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વિનય આદર (કરવાનો) શુભભાવ આવ્યો પણ એ નિશ્ચય શુદ્ધધર્મ જે પોતાનો છે, તેની પાસે તે શુભને વ્યવહારધર્મનો આરોપ કરીને કહ્યું. છે પુણ્ય. છે ધર્મથી વિરુદ્ધ અધર્મ. એને વ્યવહારધર્મ કહ્યો. વ્યવહારધર્મ કહો કે નિશ્ચયે અધર્મ કહો. આહાહા...! આકરી વાતું બહુ. પોતાની દૃષ્ટિમાં અવળી બેઠી હોય એને જે રીતે પોતાને બેસે એ રીતે ખતવી નાખે. પણ શાસ્ત્ર શું કહે છે, એ દૃષ્ટિએ લેવું જોઈએ ને? આહાહા.! જુઓ! બહુ સરસ લીધું છે.
અહીંયાં ધર્મ કહ્યો, પુણ્યને જ્ઞાની ઇચ્છે નહિ. ધર્મને ઇચ્છે નહિ તો એનો અર્થ શું? કે, નિશ્ચયધર્મ છે તેની તેને ભાવના છે તેથી વિદાય' શુદ્ધઉપયોગરૂપી ધર્મ એટલે પુણ્ય, તેને ઇચ્છે નહિ. સમજાય છે કાંઈ? અરેરે.!
એ કીધું નહિ? “મોક્ષમાર્ગ પ્રકાશક'માં ન કહ્યું? કે, આત્માનો નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદનો નાથ, એની અંદર જ્ઞાન થઈને પ્રતીતિનો અનુભવ થયો તેને નિશ્ચય સમકિત કહીએ અને જોડે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા આદિનો જે રાગ રહ્યો, એને વ્યવહાર (સમકિત કહે છે). કેમ વ્યવહાર (કહ્યું? છે તો રાગ. એ તો વ્યવહાર સમકિત નથી પણ આ નિશ્ચય સમકિતની સાથે સહચર, છે ને એમાં શબ્દ? સહચર, સાથે દેખીને તેનો આરોપ કરીને તેને ધર્મ કહેવામાં આવ્યો. આહા...! હવે આવું લાંબુ કોણ (સમજી? આ પકડ થઈ ગઈ, પુણ્ય ધર્મ, પુણ્ય એ ધર્મ. પણ ક્યો ધર્મ છે? ઈ તો વ્યવહારધર્મ, પણ કોને? અજ્ઞાનીની તો વાત જ નથી. એ.ઈ... આહા.! આવી વાત છે. વ્યવહારધર્મ કોને? કે, જેને નિશ્ચયધર્મ