________________
૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા-૨૧૦ ઉપર પ્રવચન
હવે કહે છે કે “જ્ઞાનીને ધર્મનો.” આ લોકોને વાંધો છે ને? એને ધર્મ કેમ કહ્યું? અધર્મ કેમ નહિ? ધર્મને પુણ્ય કહ્યું છે. જયસેનાચાર્યની ટીકામાં તેને પુણ્ય કહ્યું છે. સમજાણું? અને ધર્મ કેમ કહ્યું? સ્વસંવેદન ચૈતન્યનો અનુભવ, શુદ્ધ ઉપયોગરૂપી વેદન છે એ નિશ્ચય ધર્મ છે અને સાથે એ રાગાદિ આવ્યા, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિ, તેને વ્યવહારધર્મ આરોપ કરીને, વ્યવહારધર્મ કહ્યો જ્ઞાનીને, અહીંયાં અજ્ઞાનીની વાત નથી. આહાહા...!
ધર્મી જીવને પોતાનું શુદ્ધ વેદન, ચૈતન્યમૂર્તિ વીતરાગ સ્વરૂપ, તેનું વેદન (છે) તે ધર્મનું વેદન છે. અને એને સામે નબળાઈને લઈને રાગ આવે છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપનો વિકલ્પ (આવે છે, તેને વ્યવહારધર્મ (કહે છે). નિશ્ચયધર્મ આ (કહ્યો) તો તેને વ્યવહારધર્મનો આરોપ આવ્યો. વ્યવહારધર્મ એટલે કે ધર્મ નહિ, પુણ્ય. પણ વ્યવહારધર્મ કેમ કહ્યું? કે, નિશ્ચયધર્મ જેને પ્રગટ્યો છે તેને માટે વ્યવહારધર્મ કહ્યો). “જયસેનાચાર્યની ટીકામાં છે. “જયસેનાચાર્યની ટીકા. આના અર્થમાં કહ્યું છે).
૨૧૦ (ગાથાની) સંસ્કૃત ટીકા. “પરિગ્રહો મળતઃા કોસૌ? નિ:ત૨ પરિપ્રદો નારિત યRચ વરિદ્રવ્યqિચ્છા વાંછા મો નાસ્લિા' પરદ્રવ્યની ઇચ્છા, મોહની સમિકતીને નાસ્તિ છે). તેન વIRબેન સ્વસંવેજ્ઞાની આહાહા...! જેને પોતાનો સ્વઆત્મા આનંદ, તેનું વેદન થયું છે, સમ્યગ્દર્શન થયું છે. સ્વસંવેદનજ્ઞાની. “શુદ્ધોપયો નિશ્ચયધર્મ પોતામાં શુદ્ધઉપયોગરૂપી ધર્મ પ્રગટે) એ નિશ્ચય સત્યધર્મ (છે) અને શુભઉપયોગ. જુઓ! નિશ્ચયથર્મ વિદાય ગુમોપયોગીજીપ ઘર્મ એટલે પુણ્ય. પાઠમાં, ટીકામાં છે. જ્ઞાનીના શુભભાવને વ્યવહારધર્મનો આરોપ આપ્યો છે. અજ્ઞાનીની વાત અહીંયાં નથી. સમજાણું? આહાહા...!
જ્ઞાનીને પોતાનું સ્વસંવેદન શુદ્ધઉપયોગ નિશ્ચયધર્મ પ્રગટ્યો છે. એ વિદાય એના રહિત, “શુમોપયોગ ઘર્મ એટલે પુણ્ય. બેય શબ્દ છે. સંસ્કૃતમાં છે. ધર્મ એટલે પુણ્ય. ધર્મ કેમ કહ્યું? કે, નિશ્ચય ધર્મ સ્વ શુદ્ધોપયોગ પ્રગટ્યો છે, શુદ્ધ પરિણતિ પ્રગટી છે) તેની પાસે જે શુભભાવ છે તેને વ્યવહારધર્મનો આરોપ કરીને વ્યવહારધર્મ કહ્યું. આ નિશ્ચયનો તેમાં આરોપ કરીને વ્યવહાર કહ્યો. આહાહા...! અજ્ઞાનીને વ્યવહારધર્મનો પ્રશ્ન છે જ નહિ. અહીં તો જ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપના ભાન, પ્રતીત અને વેદન થયા છે, એ કારણે તેનાથી વિપરીત જે શુભભાવ પુણ્ય (થાય છે) તેને અહીંયાં ધર્મ કહ્યો. આ નિશ્ચયનો ત્યાં આરોપ કર્યો. આહા.! ધર્મ છે નહિ, છે પુણ્ય. ટીકામાં લખ્યું છે. શુભઉપયોગ, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો શુભભાવ ધર્મીને આવે છે. એ શુભઉપયોગરૂપી ધર્મ એટલે પુષ્ય નેતિ (અર્થાતુ)