________________
શ્લોક–૧૪૫
૨૬૩
(ગાથા-૨૧૦)
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।।२१०।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम् ।
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।।२१०।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावाद्धर्मं नेच्छति। तेन ज्ञानिनो धर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावाद्धर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्।
જ્ઞાનીને ધર્મનો પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે :
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. ગાથાર્થ - નિઝ: ] અનિચ્છકને [ પરિઝર ] અપરિગ્રહી [ મળતઃ ] કહ્યો છે [ 2 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ઘર્મ ] ધર્મને પુણ્યને) [ રુચ્છતિ ] ઇચ્છતો નથી, ( તેન ] તેથી [ સઃ ] તે [ ધર્મગ્ર ] ધર્મનો [ અપરિપ્ર૬: ] પરિગ્રહી નથી, | જ્ઞાયવ: ] (ધર્મનો) જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.