________________
૨૬ ૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને ભોક્તા હું છું, એમ માને છે. આહાહા.! ભારે. જૈનદર્શન, એના વિકલ્પની ઈન્દ્રજાળ જેવું છે. આહાહા.! અલૌકિક વાત છે, બાપુ! અંદર ભગવાન ચૈતન્યના પ્રકાશનું પૂરનું જ્યાં ભાન અને અનુભવ થયો, આહાહા...! તેને પર ચીજ શું છે? મારી છે નહિ. મારું સ્વ નહિ, હું તેનો સ્વામી નથી. તો પછી તે છેદાઓ, ભેદાઓ ગમે તે થાઓ, મારે કંઈ લાગતુંવળગતું નથી.
એ કહે છે, અવિવેકને છોડવાનું જેનું મન છે એવો આ ફરીને તેને જ પરિગ્રહને જ-) વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થાય છે. સામાન્યપણે તો પર મારું નથી, એમ કહ્યું. હવે વિશેષપણે ભેદ પાડી પાડીને કહે છે.
ભાવાર્થ :- “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” આહાહા.! શરીર, કુટુંબ, પૈસો, લક્ષ્મી, મકાન એ સ્વપરને એકત્વ માનવું એ અજ્ઞાન છે. સ્વપરને એક માન્યા. સ્વ ભિન્ન છે, પર ભિન્ન છે. આહાહા..! મારું મકાન પાંચ લાખ, દસ લાખનું છે). દસ લાખ, ચાલીસ લાખનું, આ ભાઈને સીત્તેર લાખનું (છે). રમણીકભાઈ” “આમોદ’વાળા નહિ? નથી દરિયાને કાંઠે? સીત્તેર લાખનું મકાન. પાંચ-છ કરોડ રૂપિયા (છે). સીત્તેર લાખ. ઉતર્યા હતા, એમાં જ ઉતર્યા હતા ને. કોના પણ મકાન? એક મકાન સીત્તેર લાખનું.
મુમુક્ષુ :- એને જોઈએ તો મન થઈ જાય એવું મકાન બનાવવાનું.
ઉત્તર :- ધૂળમાંય નથી. એ તો પર ચીજ એને કારણે ઉભી થઈ છે અને એને કારણે રહી છે. એને કારણે ઉભી છે, એને કારણે ટકી છે અને એને કારણે નાશ થશે. મારે અને તેને કાંઈ સંબંધ છે નહિ. આહાહા...! આકરી વાત, ભાઈ!
ભાવાર્થ :- “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” છે ને? સ્વ અને પર બેય ભિન્ન છે છતાં મારું છે, એમ માનવું અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા
જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યોકોઈ ચીજ મારી નથી એમ અંદર (નિશ્ચય કર્યો, પણ પછી જેમ જેમ સંયોગ પોતાને મળે છે તેને “હવે હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષત) (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. હવે એ તો ઠીક. હવે આ ગાથા સમજવાની આવી.
રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહિ. ઇન્દ્ર ઉપરથી ઉતરે તોપણ રોગ થયા વિના રહેશે નહિ લે. અને રાગને કાળે રાગ પણ થયા વિના રહેશે નહિ લે. હવે તારે નજર ક્યાં કરવી છે? સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે.
આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮