________________
શ્લોક–૧૪૫
૨૬૧ ભાવાર્થ - સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈિચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
શ્લોક-૧૪૫ ઉપર પ્રવચન
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે –
(વસન્તતિતવI) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।। નીચે અર્થ (છે). “આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે નીચે થોડો બીજો અર્થ છે. આમાં સામાન્ય પરિગ્રહ છોડીને સ્વ-પરના હેતુને, અજ્ઞાનને છોડે છે એમ અર્થ છે). અને બીજો અર્થ એમ છે, “આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્ય છોડીને પહેલા એ લીધું કે, અવિવેકનું કારણ છે તેને છોડીને. અને અહીં પરિગ્રહને છોડીને પછી અવિવેકનું કારણ છે અજ્ઞાન, એટલો ફેર. વસ્તુ તો તેની તે છે. “અજ્ઞાનને છોડવાનું જેને મન છે એવો આ ફરીને તેને જ –પરિગ્રહને જ-) વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થાય છે.”
કળશ. હવે સ્વ-પરના અવિવેકના કારણરૂપ.... આહાહા...! પર ચીજ મારી અને પર ચીજ મારી નહિ, પર ચીજ મારી એ અવિવેકનું કારણ છે. આહાહા.. પર ચીજ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ, અહીં તો પુણ્ય પણ લેશે, એ બધી મારી ચીજ જ નથી. આહાહા...!
મુમુક્ષુ :- મારી છે નહિ તો રાગ શું કરવા કરે છે?
ઉત્તર :- રાગ કરતો નથી, અસ્થિરતાનો કારણે આવી જાય છે. કરવા લાયક છે માટે કરે છે, એમ છે નહિ. પણ પરિણમન રાગનું છે તો કર્યા છે, એમ જાણવામાં આવે છે. આહાહા...!
મુમુક્ષુ :- બેય વચનમાં સૂક્ષ્મ ફેર છે.
ઉત્તર :- મોટો મોટો ફેર (છે). એક તો કરવા લાયક છે એમ કરીને કરે છે અને એક કરવા લાયક છે નહિ પણ મારી નબળાઈને કારણે પરિણમે છે તેને જાણે છે. કર્તા