________________
૨૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ માન્યતા કરવાથી અનુભવમાં પ્રતીત થાય તે સમકિત. અને ભગવાન, દેવની શ્રદ્ધા તે રાગ (છે). પરમાત્માની શ્રદ્ધાનો ભાવ તે રાગ છે. આ પરમાત્માનો અનુભવ, પ્રતીતિ તે સમ્યગ્દર્શન, તે અરાગ. આહાહા...!
અહીંયાં શું કહ્યું? જુઓ! ર૧૦ છે ને? “ઇચ્છા પરિગ્રહ છે. જુઓ ર૧૦. ટીકાની પહેલી લીટી. આહા...! પાઠ એ આવ્યો ને? “ગપરિયાદો ળિો મણિલો પછી ય છત્તે ઘર્મા' ધર્મ શબ્દ પુણ્ય, વ્યવહારધર્મ. એ સમકિતી વ્યવહારધર્મને ઇચ્છતો નથી. એમ છે. છે કે નહિ? “કરિયાદો ળિછો મળતો પાળી ય ખેચ્છકે ઘí પરિવાદો રુ ઘર્મ નાઈI+II' એ તો પુણ્યનો, વ્યવહારધર્મનો જાણનાર છે. સમકિતી વ્યવહારધર્મનો જાણનાર છે. વ્યવહારધર્મને ઇચ્છતો નથી અને વ્યવહારધર્મ મારો એમ માનતો નથી. આહાહા...! આવી વાતું છે. આ તો ભગવાનના પેટ છે. પરમાત્માને આ કહેવું છે, ભાઈ! ત્રણલોકના નાથનો આ અભિપ્રાય છે. પોતાના બચાવ માટે ગડબડ કરવી, એમ ન ચાલે, ભાઈ! ભગવાનની ગાદીએ બેસી અને વાતું ઊંધી કરવી! આહાહા...!
અહીં કહે છે, “અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, અહીં ખુલાસો કરી નાખ્યો. જયસેનાચાર્યની ટીકામાં પુણ્ય કીધું છે). પાઠમાં ધર્મ લીધું. એટલે કોઈ કહે કે, ત્યાં કેમ પુણ્ય કહ્યું? ત્યાં એને પુણ્ય કીધું છે. અહીં પુણ્યની જ વાત છે. તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે.” આહાહા...! હવે આમાં ક્યાં નવરાશ, ફૂરસદ (મળે? આ તો જે માથે બેઠો હોય એ કહે છે હા, ચાલી નીકળ્યા. | મુમુક્ષુ :- આજના જુવાન આ બધું માને એવું નથી.
ઉત્તર :- એનું ઊંધું માને એવું નથી, આ માને એવું છે. જુવાનિયાને ઊંધા લાકડા ગર્યા ન હોય અને આ સત્ય સાંભળે તો માને. કારણ કે ઊંધા લાકડા ગર્યા નથી. અને પચાસ-સાંઈઠ વર્ષ થઈ ગયા હોય એને ઊંધા લાકડા ઘણા ગર્યા હોય એને આકરું પડે. એ.ઇ..! “સુરેશભાઈ! આ અમારે “સુરેશભાઈ જુવાન નથી? આહા..! આત્મા જુવાન કયારે કહેવાય? શરીરની જુવાન ને વૃદ્ધ અવસ્થા એ તો જડની છે. આહાહા...! રાગને પોતાનો માને તે બાળક છે, અજ્ઞાની છે. અને રાગથી, વ્યવહારથી ભિન્ન મારી ચીજ છે તેને માને તે યુવાન અંતરાત્મા છે અને કેવળજ્ઞાન થાય તે વૃદ્ધ આત્મા છે. આ બાળ, વૃદ્ધ તો જડ માટીની અવસ્થા છે.
આત્મામાં બાળ, યુવાન ને વૃદ્ધ અવસ્થા શું? રાગની ક્રિયાને પોતાની માને, ધર્મ માને) એ મિથ્યાદષ્ટિ બાળક છે. અને રાગથી મારી ચીજ ભિન્ન છે, હું તો શુદ્ધ ચૈતન્ય છું, રાગ ધર્મ નહિ, રાગ પુણ્ય છે, વિકાર છે, તેનાથી મારી ચીજ ભિન્ન છે, (એ) અંતરાત્મા (છે). અર્થાત્ એ પુણ્ય પરિણામ અને કર્મથી ભિન્ન અંતરમાં રહ્યો છે. પુણ્યમાં એકાકાર નહિ, કર્મમાં એકાકાર નહિ. આહાહા...! એ પુણ્યના પરિણામથી અંતરાત્મા અંદર ભિન્ન