________________
ગાથા૨૧૦
૨૭૧ છે. કર્મની મધ્યમાં પડ્યો ભગવાન અંતરાત્મા ભિન્ન છે. તેની દૃષ્ટિ અને અનુભવ કરે તે યુવાન છે. એ આત્મામાં યુવાન છે. અને અંતરમાં એકાગ્ર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરે એ વૃદ્ધ આત્મા છે. “કાંતિભાઈ'! આવી વાતું છે. “કાંતિભાઈ રોકાણા છે. “મફાભાઈ ને બેય. “મફાભાઈ આવ્યા છે? આવ્યા છે, લ્યો! સારું કર્યું. હોં! આહા...! બાપા! વસ્તુ આવી છે, ભાઈ! શું કરીએ? લોકોને સાંભળવા મળે નહિ એને ઊંધું લાગે. શું થાય? ભાઈ!
મુમુક્ષુ :- લોકોને એમ થાય છે કે અમારી બધી ક્રિયા ઉથાપે છે.
ઉત્તર :- એ તને લાભદાયક નથી. તેનો નિષેધ કરે છે. એ તારા હિતને માટે વાત છે. આહા...! વ્યવહાર ક્રિયા એ લાભદાયક નથી, એ રાગ છે એ નુકસાનકર્તા છે. એ માટે તને લાભની વાત કરે છે. આહાહા...!
(અહીંયાં) ટીકા. “ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...” આહાહા...! પુણ્યની ઇચ્છા કરવી, પરપદાર્થની ઇચ્છા કરવી એ તો અજ્ઞાનભાવ છે, કહે છે. આહાહા...! અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,... આહાહા.! નિર્જરા અધિકાર છે ને? “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી...” અર્થાત્ તેને પરની ઇચ્છાનો પરિગ્રહ નથી. આહાહા...! તેને પુણ્યભાવની પણ ઇચ્છા નથી. આહાહા...!
જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે...” ધર્મીને ધર્મમય ભાવ જ હોય છે. આહાહા...! એ રાગ જ્ઞાનમય નથી, એ તો અજ્ઞાન છે. આહાહા...! “પુણ્ય-પાપ અધિકાર’માં તો કહ્યું, શુભ-અશુભભાવ બેય અજ્ઞાન છે. તેમાં જ્ઞાનસ્વરૂપનો કોઈ અંશય નથી. આહા...! તો અહીંયાં કહે છે કે, “જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે;.” જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. રાગ અજ્ઞાન છે તે-મય ભાવ તેને નથી. આહાહા...! તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે.” અજ્ઞાનમય ભાવ. એટલે? ઇચ્છાનો અભાવ હોવાથી “જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી;.” ધર્મ શબ્દ શુભભાવ. ધર્મ શબ્દ શુભઉપયોગ, શુભરાગ, દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ, તેને ધર્મી ઇચ્છતો નથી. અર.૨.! આવી વાતું. સમજાણું? સમજાય છે ને? કિશોરભાઈ! નાઈરોબીમાં આ બધું નથી, ત્યાં તમારી ધૂળમાં. વાત સાચી. આહા.!
ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને... ધર્મ નામ વ્યવહાર ધર્મને એટલે પુણ્યને એટલે શુભઉપયોગને ઇચ્છતો નથી...... આહાહા.! થાય છે, પણ ઇચ્છતો નથી. જાણનાર રહે છે, એમ કહે છે. “ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મ... નામ પુણ્ય નામ શુભઉપયોગને ઇચ્છતો નથી;.” આહાહા..! “માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી.” ધર્મનો પરિગ્રહ નથી તેનો અર્થ શું થયો? કે, શુભઉપયોગ જે ધર્મ વ્યવહારથી કહેવામાં આવ્યો તેની પકડ નહિ, એ મારો છે એમ માનતો નથી. આહાહા.. કેટલો સ્પષ્ટ શ્લોક છે. આહા...! પ્રભુ! પણ પૂર્વના આગ્રહ પકડીને બેઠા) હોય. આહા...!
ધર્મને ઇચ્છતો નથી;” અરે.રે. ધર્મી ધર્મને ન ચાહે? કયો ધર્મ? વ્યવહારધર્મ એટલે