________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુણ્ય, શુભઉપયોગ. એને આરોપિત ધર્મ કહીને એવા આરોપિત ધર્મને ધર્મી ઇચ્છતો નથી. આહાહા...! સમજાણું? ઇચ્છાનો અભાવ હોવાથી ધર્મી ધર્મને ઇચ્છતો નથી. ધર્મી ધર્મને ઇચ્છતો નથી (તો) કયો ધર્મ? વ્યવહાર એટલે રાગ. શુભઉપયોગ. આહાહા.! અરે.રે.! અનંતકાળથી રખડે છે. આહાહા..! એક મિનિટ પહેલા બિચારાને પાણીની ખબર નહિ. “મોરબી'. કોક કહેતું હતું, એક મિનિટમાં એક ફૂટ ચડતું. પાણીનું ઓલું તળાવ ફાટ્યું ને? બંધ તૂટ્યો, બંધ તૂટ્યો. એક મિનિટે એક ફૂટ, બે મિનિટે બે ફૂટ. આહા.! આઠ મિનિટે તો આઠ ફૂટ ઊંચું આવી ગયું. ડૂબી ગયા માણસ. આહાહા.! એ વખતે શરીરને મારું માની જીવવા માટે તરફડિયા મારે. હૈ? પણ એક આત્મા છું, મારું જીવન કોઈ પરને લઈને નથી, ભલે દેહ છૂટી જાય, ભલે દેહ બુડી જાય. હું ક્યાં બૂડું છું? આહાહા...! હું તો ભગવાન આત્મા ભગવસ્વરૂપ આહાહા...! એ મારી ચીજમાં હું તો બિરાજું છું. આહાહા.! બિરાજવાનો અર્થ શોભા. મારી શોભા તો મારામાં રહેવું એ મારી શોભા છે. આહાહા...!
રાગ આવે છે પણ ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી.” લ્યો! કયો ધર્મ પુણ્ય, રાગ શુભઉપયોગ. જ્ઞાનીને શુભઉપયોગરૂપ પરિગ્રહ નથી. શુભઉપયોગ મારો છે એમ તે માનતો નથી. આહાહા.! “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે....” ત્યારે કેમ? જ્ઞાનમય એક જ્ઞાયકભાવ હું છું). વર્તમાન પર્યાયમાં જ્ઞાયકભાવનું ભાન છે એ જ્ઞાયકભાવ હું છું. જ્ઞાયકભાવ તો ત્રિકાળી છે પણ પર્યાયમાં ભાન થયું ત્યારે હું જ્ઞાયકભાવ છું. છે ને? “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. પુણ્યનો સમકિતી જાણનાર રહે, જાણનાર છે. પુણ્યને પોતાનું માનનાર છે નહિ. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
જ્ઞાનમાં આમ નક્કી તો કરા વસ્તુનું સ્વરૂપ આવે છે એમ જ્ઞાનમાં નિર્ણયને અવકાશ તો દે ભાઈ! અરે, એને મરીને ક્યાં જવું છે? દરેક યોનિમાં અનંતા ભવો ગાળ્યા; હવે તો પરથી લક્ષ ફેરવીને આત્મામાં ડૂબકી મારા તું તારા ઘરમાં જાને એ બધા શુભ વિકલ્પો હોય, પણ એ તારા ઘરની ચીજ નથી, ભગવાન! તું તો દેહની પીડા ને રાગની પીડા–બંનેથી ભિન્ન છો, તે દેહના રોગનો તને જે અણગમો લાગે છે તે તો ઠેષ છે–એ એકેય ચીજ તારા ઘરમાં નથી.
આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮