________________
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય, અરે! લખવાની થાય. આહાહા.! એ તો બધું આપણે શેયમાં આવી ગયું છે ને? એ શેય છે. લખવાની ક્રિયા જડની છે તે જોય છે. તેના પ્રત્યેનું જ્ઞાનનું પરિણમવું, એ જોય જે ચીજ છે તે શેયાકારે જ્ઞાનનું થવું એ એની ચીજ છે. આહાહા...! ભારે વાતું, ભાઈ! કહે છે કે, એવી લખવાની ક્રિયા આદિ શરીરની ચાલતી હોય, સમકિતીને વિષયની વાસના અને દેહની ક્રિયા ચાલતી હોય, આહાહા...! મુનિને આહારવિહારનો વિકલ્પ અને આહારવિહારની ક્રિયા ચાલતી હોય અથવા એ મુનિઓ શાસ્ત્રો બનાવે છે ને? શું કહેવાય? તાડપત્ર. એ તાડપત્ર ને લખવાની ક્રિયા ભલે હો, એનો વિકલ્પ પણ હો પણ અંદર જ્ઞાનસ્વરૂપથી ચલિત થતા નથી. એ રાગ છે એ હું કરું છું અને આ ક્રિયા મારી છે એવું જ્ઞાનીને નથી. આહાહા..! આવો માર્ગ.
નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી....... અરે..! “રામચંદ્રજી સમકિતી. સીતાજીને રાવણ’ લઈ ગયો. (“રામ') જંગલમાં પૂછે, “સીતા', મારી “સીતા”. એ બધો વિકલ્પ અને ક્રિયા (થાય પણ) એના જ્ઞાનથી ચલાયમાન નથી. આહાહા.! આકરું કામ છે, બાપુ! જ્યાં અંદર જ્ઞાતા-દેણનો સ્વભાવ પ્રતીતિમાં, અનુભવમાં, જ્ઞાનમાં શેય તરીકે જ્યાં આવ્યો, આહાહા...! હવે એમાંથી ચલાયમાન કેમ થાય? ગમે તે રાગની પ્રવૃત્તિ હોય, દેહની પ્રવૃત્તિ હોય. આહાહા.! છ ખંડને સાધવા ચક્રવર્તી સમકિતી નીકળે છતાં એ ક્રિયા, છ— કરોડ પાયદળ સાથે હોય, દેવો હોય, ચક્રવર્તી સમકિતી અને કોઈ તીર્થકર આદિ હોય, એ બધી ક્રિયા ભલે હો. “શાંતિનાથ', કુંથુનાથ', “અરનાથ ચક્રવર્તી હતા, તીર્થંકર હતા. એ છ ખંડ સાધવા નીકળે પણ અંદરમાં... ભાઈએ કહ્યું ને? ભાઈ! “સોગાની”. છ ખંડ સાધતા નથી એ તો અખંડને સાધે છે. આહાહા.! એ વખતે પણ એની અખંડ ધારામાં દૃષ્ટિ પડી છે એને એ વધારે છે. આહાહા! માર્ગ બહુ જુદી જાત, ભાઈ! માથે આવી ગયું હતું ને? કે, “જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે, બાપુ! આહાહા..! બહારની પ્રવૃત્તિથી આંક ટાંકવા જાય તેને આંક હાથ નહિ આવે. આહાહા...!
જ્ઞાનના જ કર્તા છે. જુઓ! આ વસ્તુ. ધર્મી તો આનંદનો નાથ પ્રભુ આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે તે જ્ઞાન અને આનંદની પર્યાયનો જ એ કર્તા છે. આહાહા.. તે વખતે રાગ અને શરીરની ક્રિયા એ શેય તરીકે છે તેને જ્ઞાન તરીકે જાણવાની ક્રિયા કરે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! “અંતરંગ મિથ્યાત્વના અભાવથી.” અંતરમાં રાગની એકતાબુદ્ધિનું મિથ્યાત્વ ટળવાથી યથાસંભવ કષાયના અભાવથી...” યથાસંભવ. ચોથે અનંતાનુબંધીનો અભાવ, પાંચમે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનનો અભાવ, છછું પ્રત્યાખ્યાનનો અભાવ, તેથી યથાસંભવ કીધું. તે તે ગુણસ્થાનને યોગ્ય યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે.” આહાહા. તે ઉજ્જવળતાને તેઓ જ ત્વજ્ઞાની જાણે છે...” આહાહા..! બહુ ઝીણી વાત.