________________
શ્લોક-૧૫૩
૪૨૫ સમ્યગ્દર્શન થયું છે. આહાહા.! અંતરના અનુભવની આનંદની ધારા જેને દૃષ્ટિમાં આવી છે. આહા...! એને હજી અવતભાવ છે, એને અહીંયાં અવિરત સમ્યગ્દષ્ટિ કહે છે. એને થી) માંડીને ઉપરના બધાય જ્ઞાની... ચોથે ગુણસ્થાનથી માંડી, પાંચમાં, છછું વગેરે બધાને) “જ્ઞાની જ સમજવા.” એ બધાને જ્ઞાની કહેવામાં આવે. કેટલાક એમ કહે છે કે, જ્ઞાની તો જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો જ્ઞાની (કહેવાય), નહિતર (નહિ). એવું એકાંત ખેંચવા જાય છે. નીચે પણ એમ કે, સરાગ સમકિત હોય છે પણ વીતરાગ સમકિત તો જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે હોય. પણ અહીં તો સમ્યગ્દર્શન થાય તે સમ્યગ્દર્શન વીતરાગી જ પર્યાય છે. આહાહા...!
વીતરાગી ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગ સ્વરૂપ, એની પ્રતીત અને એના જ્ઞાનમાં જે વીતરાગતા આવે તેને અહીંયાં સમ્યગ્દર્શન અને જ્ઞાન કહે છે. રાગ જોડે હોય છે, અવિરત કીધું, છતાં એ રાગ છે એ દોષ છે પણ જે સમ્યગ્દર્શન છે એ મોક્ષનો માર્ગ અંદર પ્રગટ્યો છે. આહાહા...! એનેથી) માંડીને પાંચમે ગુણસ્થાન, છઠ્ઠું બધાને “જ્ઞાની જ સમજવા.” એમ ભાષા છે, જોયું? પણ આ ગૃહસ્થનું લખેલું) ઈ ન માને. આ તો “જ્ઞાની જ સમજવા.” એમ કીધું છે.
“તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ... ચોથે. દેશવિરત સમ્યગ્દષ્ટિ... પાંચમે, અને આહારવિહાર કરતા મુનિઓને...' છë. આહારવિહારનો વિકલ્પ (છઠ્ઠું હોય). “બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે....” એને રાગની અને જડની, શરીરાદિની ક્રિયા પ્રવર્તે છે. ‘તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે....... આહાહા...! જેને જ્ઞાયક સ્વભાવ અનુભવમાં આવ્યો છે તેનાથી તે ચલિત થતો નથી. ચાહે તો રાગ વિષયનો આવે, લડાઈનો આવે અને લડાઈની ક્રિયા હો... આહાહા...! પણ પોતાના જ્ઞાનસ્વભાવમાંથી ચલિત થતો નથી. આહા.! લડાઈમાં આમ ઊભો હોય અંદરથી છતાં એનું જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા, એની જે દૃષ્ટિ જામી છે એનાથી ચલિત થતો નથી. ભલે રાગ હો, ભલે લડાઈની ક્રિયા હો, ભલે વિષયની ક્રિયા દેહની હો. આહાહા.! આકરી વાત, ભાઈ! આહાહા.!
તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે કોણ? ચોથાના, પાંચમાના અને છઠ્ઠાના જ્ઞાની છે તે જ્ઞાનીને આહાર, વિહાર, શરીરાદિની ક્રિયા, વિષયવાસના આદિની ક્રિયા ચોથે, પાંચમે વર્તતી હોય અને દેહની ક્રિયા પણ એ જાતની પ્રવૃત્તિમાં હો, છતાં જ્ઞાનસ્વભાવથી અચલિત છે). હું જે આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક છું એમાંથી તો અચલિત-ચલતો નથી. આહાહા.! “જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે...” આ જ્ઞાનસ્વભાવ એટલે શાસ્ત્રનું જ્ઞાન નહિ. આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ, તેનું જ્ઞાન હોવાથી. એ “જ્ઞાનસ્વભાવથી અચલિત...” છે. આહાહા..!
નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયાકર્મના કરતા નથી.” ખરેખર શરીરની ક્રિયા થાય, વાણીની