________________
૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુસ્તક આપે. આ તો નિમિત્તથી કથન છે. બાકી એમાં રાગને ત્યાગ કરે છે અને સ્વભાવમાં સ્થિર થાય છે એનું નામ ત્યાગ ધર્મ છે. પણ અહીં વિકલ્પથી વાત કરી છે.
પુસ્તક આપે, સંયમના સાધનભૂત પીંછી આદિ પણ આપવામાં આવે. નિમિત્ત. મુનિને તો એવું હોય છે કે કપડા ને પાત્રો તો એને હોતા નથી. પીંછી, કમંડળ આદિ હોય એ મુનિ મુનિને કોઈ આપે એને અહીં રાગની દશાના અભાવસ્વરૂપ ત્યાગ ધર્મ કહે છે. આહાહા...! દસલક્ષણ છે ને? મુનિના ધર્મ (છે). આ મુનિના આરાધનના દિવસ છે. આ તો દિગંબર સનાતન જૈનધર્મ, તેમાં ચારિત્ર તે મોક્ષનું કારણ અને એ ચારિત્રના આરાધનના આ દસ દિવસ છે. સમજાય છે કાંઈ? પેટામાં ગૃહસ્થ સમકિતી આદિ આવી જાય, પણ મુખ્ય તો આ છે. તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે.
શરીરાદિમાં મમત્વબુદ્ધિ ન રહે. આહાહા.! પરનો તો ત્યાગ કરે જ, પુસ્તક કોઈને જોઈતું હોય અને પોતા પાસે છે તો એ આપી દયે. કોઈ કમંડળ આદિ વિશેષ વધારે હોયતો આપી ધે, મોરપીંછી હોય છે એ આપી શે. પણ શરીર પ્રત્યે પણ મમત્વબુદ્ધિ ન રહે. મુનિની પાસે કિંચિત્માત્ર પણ પરિગ્રહ રહેતો નથી. આહાહા.! તલતુષમાત્ર જે રાગ અંદર અને વસ્ત્ર આદિ પરિગ્રહ એને હોતો નથી. આહા...! એનું નામ ઉત્તમ આકિચન ધર્મ છે). સાથે જોડી દીધું. છે તો આજે ત્યાગ (ધર્મ, પણ ત્યાગની સાથે અકિંચન જોડી દીધું. પછીનું અકિંચન આવે છે ને?
સજ્જન પુરુષોને ઇચ્છિત સપુરુષોને ઇચ્છવા લાયક, ધર્માત્માને ભાવના કરવા લાયક તે ધર્મ સંસારનો નાશ કરનાર છે. સજ્જન પુરુષો એટલે મુનિરાજને ભાવનામાં તે ધર્મ સંસારનો નાશ કરનાર છે. આહાહા...! રાગરૂપી અંશ જે છે તેનો એ ત્યાગ કરે છે અને સ્વરૂપમાં ઠરે છે એ મુનિનો ત્યાગ ધર્મ સંસારનો નાશ કરનાર છે. આહાહા.! વસ્ત્ર, પાત્ર મુનિ (રાખે) એને તો સિદ્ધાંતે મુનિ કહ્યા જ નથી. અને વસ્ત્ર, પાત્ર છોડીને બેઠા પણ અંતરમાં મિથ્યાત્વ ભાવ છે તો એને પણ મુનિ કહ્યા નથી.
મુનિને તો અંતર આત્મ અનુભવ, સમ્યક આનંદની લહેર જેને જાગી છે દર્શનમાં અને જેને આત્માની લહેર જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાનના આનંદમાં જેની લીનતા વધે છે એને અહીં મુનિ કહેવામાં આવે છે. આહા! એ મુનિ બીજા મુનિને વ્યાખ્યાન કરે, પુસ્તક આદિ આપે તો એમાં જેટલો ઓલા રાગનો ત્યાગ થાય છે ને, વસ્તુ આપવાની ક્રિયા તો પર છે પણ એમાં જેટલો રાગ હતો એનો ત્યાગ થાય છે અને સ્વરૂપમાં સ્થિરતા થાય છે એનું નામ દસલક્ષણીનો આઠમો ધર્મ કહેવામાં આવે છે. આની એક જ ગાથા છે. આપણે અહીંયાં ક્યાં આવ્યું છે? ૧૫૩ કળશ, ભાવાર્થ આવી ગયો? હૈ? બીજો પેરેગ્રાફ.
“અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ૧૫૩ કળશ, એનો ભાવાર્થ. પહેલી ત્રણ લીટી થઈ ગઈ છે. આહા...! અવિરત સમ્યગ્દષ્ટિ (અર્થાતુ) જેને હજી અવ્રતનો ત્યાગ થયો નથી, પણ