________________
શ્લોક-૧૫૩
૪૨૩
પરણે છતાં તે રાગમાં રંગાયેલો નથી, એ તો જ્ઞાનના રસમાં રંગાયેલ છે. અને ‘રાવણ’નો દાખલો આપ્યો છે. ‘રાવણ’ એમ કે આ રીતે બધું ભોગવતો હતો અજ્ઞાનભાવે, જેને સ્ફટિકના તો બંગલા, સ્ફટિકના બંગલા. એક એક સ્ફટિક કરોડ રૂપિયાનું, એવા બંગલા આખા સ્ફટિકના. એમાં રસ ચડી ગયેલા. અજ્ઞાની ‘રાવણ'. આહાહા..!
જ્ઞાનીની વાત શાની જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય... આહાહા..! શું કહે છે? ધર્મીજીવના પરિણામ તે વખતે ક્રિયાકાંડ વખતે પણ રાગથી ભિન્ન પરિણામ છે. આહાહા..! એ પરિણામ જાણવાનું કામ-સામર્થ્ય અજ્ઞાનીનું નથી. અજ્ઞાનીના કામ નથી, ભાઈ! આહાહા..! પોતે સંયોગ છોડીને બેઠો હોય, એવું બધું હોય એટલે અમે ત્યાગી છીએ અને ઓલાને સંયોગ છે માટે ભોગી છે, કેમ તને ખબર પડે? બાપુ! એ સંયોગમાં પણ જ્ઞાનમાં સ્થિર છે. જ્ઞાન સ્વપપ્રકાશકમાં પડ્યો છે ઇ. બહારના કામમાં ઇ આવ્યો નથી, નીકળ્યો જ નથી, કહે છે. આહાહા..! વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૩૦૧ ગાથા-૨૨૮, શ્લોક-૧૫૩, ૧૫૪ સોમવાર, ભાદરવા સુદ ૧૨,
તા. ૦૩-૦૯-૧૯૭૯
આજે દસલક્ષણીનો આઠમો દિવસ છે ને? ત્યાગ, ત્યાગ. ધર્મી મુનિ, ત્યાગી મુનિને આપે એની અહીં વાત છે.
व्याख्या यत् क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा । स त्यागो वपुरादिनिर्ममतया नो किंचनास्ते यते
राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः । ।
સદાચારી પુરુષ દ્વારા એટલે મુનિ દ્વારા. વાત તો આ છે. સદાચારી (એટલે) જેને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યા છે, જેણે સત્ત્નું આચરણ કર્યું છે. આહા..! સત્ એવો જ્ઞાયક સ્વભાવ, એનું જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રનું આચરણ થયું છે, એને સદાચારી કહેવામાં આવે છે. આ લૌકિક સજ્જન કહે અને સદાચારી (કહે) એ અહીં નહિ. દયા, દાન ને વ્રત, ભક્તિ આદિ લૌકિક કરે ને દાન આપે (એ નહિ). આ સદાચાર એટલે સત્ એવું જ્ઞાયક સ્વરૂપ ભગવાનઆત્મા, એનું અંતરમાં જેને દર્શન, જ્ઞાન ને ચારિત્રનું આચરણ પ્રગટ થયું છે, એ સદાચારી છે). એ સદાચારી પુરુષ દ્વારા એટલે મુનિ દ્વારા મુનિને. આમ વાત છે, લ્યો. જે પ્રેમપૂર્વક આગમનું વ્યાખ્યાન કરવામાં આવે. આગમનું વ્યાખ્યાન પ્રેમપૂર્વક યથાર્થ વસ્તુની સ્થિતિનું વર્ણન કરવામાં આવે. આહા..! પુસ્તક આપવામાં આવે. મુનિ મુનિને