________________
૪૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ બધું ફાસફૂસ દેખાય છે). ઓહો...! આ મકાન ને બાયડી રૂપાળી, શું છે પણ આ? એ જેને રસ છે એ મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને એ બધું દેખાવામાં, ભોગવવામાં દેખાય છતાં તે ભોગવતો નથી. તેને જોતોય નથી ખરેખર તો, પોતે પોતાને જોવે છે. આહાહા...! જે સ્વપપ્રકાશકશાનની પર્યાય તે કાળે તે જાતની ઉત્પન્ન થઈ તેને જાણે છે અને જોવે છે. આવી વાતું. અરે.! જગતને ક્યાં નવરાશ ન મળે. આહાહા! ફૂરસદ ન મળે. સત્યને તોલન કરીને નિર્ણય કરવો. આહાહા.! અમે માનતા હતા અને શું આ છે? એની તુલના કરીને અંદર નિર્ણય કરવો એ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...!
અહીં કહે છે કે, એ કરે છે કે નથી કરતો એ કોણ જાણે? તને શી ખબર પડે, કહે છે. કે, આ ભોગવે છે ને? પણ તને ખબર થી પડે? તને જ્ઞાન હોય તો ખબર પડે કે એ તો એ વખતે જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? આહાહા! સ્વદ થઈને ભોગવે છે (એમ) નહિ. સ્વતંત્ર જ્ઞાનને કરીને રાગને જાણે છે. જ્ઞાનને સ્વતંત્ર કરીને જ્ઞાનનો કર્તા થઈને જ્ઞાનનું કાર્ય કરે છે. એ રાગ ને દેહની ભોગની ક્રિયા દેખાય તેને કારણે અહીં જ્ઞાન થયું છે એમેય નથી. તે કાળે પોતાનું સ્વપપ્રકાશક જ્ઞાન સ્વનો આશ્રય હોવાથી જે પર્યાય તેને જાણવાની પર્યાય પોતાથી પ્રગટે છે તેને તે જાણે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! અરે.! આવી વાતું.
હવે ઓલો ત્યાગી થઈને બેઠો, સાધુ થઈને દિગંબર હોય, વસ્ત્ર ન હોય, પાત્ર ન હોય પણ ઓલા મહાવ્રતનો રાગનો કણ આવે એ મારો છે, એમ રસ ચડ્યો છે એ મિથ્યાષ્ટિ છે. એને આત્માનો રસ નથી, રાગનો રસ છે. અને જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં ભોગ ને રાગમાં દેખાય તો કહે છે કે એ રાગ ને ભોગમાં આવ્યો નથી. એ તો જ્ઞાનમાં સ્થિર છે. આહાહા...! હવે આ આંતરા કોણ માને? આહા. “કરે છે કે નથી કરતો તે કોણ જાણે?’
ભાવાર્થ:- “જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે...” રાગાદિ તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી.” આહાહા...! જ્ઞાતા-દષ્ટા છું એવી મારી ચીજ, ત્યાંથી ખસતો નથી, ચલાયમાન થતો નથી. ગમે તેવા છ– કરોડ સ્ત્રીના વિષયમાં હોય. આહાહા.! પણ પોતાનું જ્ઞાનસ્વરૂપ છે ત્યાંથી ખસતો નથી. આહાહા.! “માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની.” જ્ઞાનમાં સ્વરૂપમાં છે એની દૃષ્ટિ ત્યાં છે તેથી તે જ્ઞાની રાગ ને બાહ્યની ક્રિયાને કરે છે કે નથી કરતો તે કોણ જાણે? આહાહા...! અવલદોમ વાતું છે. પછી અહીંનો વિરોધ કરે. એનો વિરોધ નથી કરતો, પ્રભુ! તું તારો વિરોધ કરે છે. અહીંનો વિરોધ કોણ કરે? કોકનો વિરોધ કોણ કરે? આહાહા. પોતાને એ વાત બેસતી નથી તેથી પોતે પોતાનો વિરોધ કરે છે. આહાહા...!
માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મને.” રાગને, ભોગને કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે.” જ્ઞાની જ જાણે. આહાહા! “ભરત”નો દાખલો આપ્યો છે ટીકામાં. “ભરત'. “ભરત” એમ કે, આટલી આટલી સ્ત્રીઓ, દરરોજ સો-સો સ્ત્રીને