________________
શ્લોક–૧૫૩
૪૨૧
જ્ઞાતત્ત્વનો અનુભવ હોવાથી સ્વપપ્રકાશકની પર્યાય પોતાને કારણે પ્રગટેલી છે. આહાહા..! હવે આવો માર્ગ, હીરાભાઈ! શું કરે? એક તો ધંધા આડે, પાપ આડે નવરાશ ન મળે. આખો દિ ધંધો ને બાયડી, છોકરા. આહા...! થોડો વખત મળે, માથે કહેનારો મળે, જય નારાયણ! કિશોરભાઈ વાત સાચી છે કે નહિ? તમારે ત્યાં પાછા પૈસાવાળા માણસ બધા, નાઈરોબી’. સાંઈઠ લાખ, સીત્તેર લાખ. આ “નાઈરોબી” રહે છે. હમણા મંદિર કરાવ્યું છે. નાઈરોબી'. પૈસાવાળા માણસ, પંદર લાખ શું કરોડનું કરે નહિ. એ ક્રિયા તો તે કાળે થવાની છે. જ્ઞાનીને તે કાળે થતી ક્રિયાનું પોતાથી જ્ઞાન થાય છે. આહાહા. તેથી તે મંદિરને કરે છે કે અંદર રાગ આવ્યો એનો કર્તા છે કે નહિ? જ્ઞાની (કર્તા) હોતો નથી. આહાહા...! આવી વાતું હવે.
એક કોર કહે કે, મંદિર ને મંદિરમાં પ્રતિમા સ્થાપે તો સંઘવી કહેવાય. નાની પણ પ્રતિમા સ્થાપે તો એના પુણ્યનો પાર નહિ, એમ કહેવાય. “પદ્મનંદિ પંચવિંશતિકામાં આવે છે.
મુમુક્ષુ :- પુણ્યબંધ ને?
ઉત્તર :- પુણ્ય. પણ એ તો ધર્મીના સ્વભાવની દૃષ્ટિમાં એવો ભાવ આવ્યો, એનું ફળ એને પુણ્ય છે. પણ એ પુણ્ય ને અને રાગને પણ જાણનારો છે. આહાહા...! જ્ઞાનીને લક્ષ્મીના ઢગલા આવતા હોય, અબજો, કરોડો, તે કાળે તેનું જ્ઞાન તેનું તે પ્રકારનું પોતાથી પોતાને પરિણમે છે, તેવા જ્ઞાનનો કર્તા છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાતું.
અકંપ જ્ઞાન. ભાષા દેખો! રાગ આવ્યો, ભોગમાં દેખાય છતાં જ્ઞાનનો કાળ એવો પોતાનો તે સમયે છે કે તે સંબંધીનું જ્ઞાન પોતાને સ્વપપ્રકાશકનું પ્રગટે, તેમાં તે અકંપ છે. આહાહા...! પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત” પરમ એટલે છે, પોતાનો સ્વભાવ. શાસ્ત્રજ્ઞાન ને ઈ નહિ. પરમજ્ઞાન એટલે પોતાનો સ્વભાવ. પરમજ્ઞાનસ્વભાવ કીધો ને? પરમજ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ, તેમાં સ્થિત છે. આહાહા..!
ભરતેશ વૈભવમાં એક (વાત) આવે છે. “ભરત ચક્રવર્તીને તો છ— હજાર સ્ત્રી હતી. ભલે “ભરત’ પુત્ર હતા તેના, એવો એમાં લેખ છે કે, વિષય લ્ય છે, એ વિષય લઈને જ્યાં નવરો થાય, હેઠે બેસે છે ત્યાં) ધ્યાનમાં નિર્વિકલ્પતા આવી જાય છે. “ભરતેશ વૈભવમાં છે. છે, ખબર છે ને. આખુ વાંચ્યું છે ને છે. આહાહા...! કેમકે એ વિકલ્પનો રસ નહોતો પણ આવી પડેલોરાગ. આહાહા.! એટલે દુનિયા એમ માને કે આ કરે છે અને ભોગવે છે. પણ તે વખતે પણ તેનું જ્ઞાન જ કરે છે. આહાહા...! એ જ્યાં નીચે ઊતરે છે ત્યાં ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ જાય છે. એ વખતે વિકલ્પ હતો તેનું જ્ઞાન કરતો હતો). આહાહા...! નીચે નિર્વિકલ્પ દશા થઈ તેનું એ જ્ઞાન કરે છે. આવી વાતું છે. દુનિયાથી જુદી જાત છે, બાપુ! વીતરાગ પરમેશ્વરની વાતું. આહાહા...!
જેને આત્માના રસ ચડ્યા અને આ બધી, મસાણમાં જેમ હાડકા ને ફાસફૂસ દેખાય,