________________
૪૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગયું ને ભાઈ આપણે? અધિષ્ઠાન. આત્મા, જગતની જે ચીજો છે, શરીર, રાગાદિ એ વિશ્વમાં જાય છે તો એને જ્ઞાતૃતત્ત્વ છે જે નિજપદ જે એનો આધાર છે, એ એનું જ્ઞાન કરે છે અને શબ્દનું પણ જ્ઞાન કરે છે. એ શબ્દ અને અર્થનો અધિષ્ઠાન આત્મા છે. અધિષ્ઠાન એટલે એને જાણનારો આધાર પોતે છે. આહાહા..! એનો કરનારો આત્મા નહિ. આહાહા..! શું વીતરાગના સંતોની ધારા! અમૃત ધારા વરસાવી છે. પ્રભુ! જેણે અમૃતના રસ ચાખ્યા એને આ ભોગમાં ભોગવે છે અને રસ છે કે નહિ, એની તને શી ખબર પડે? : નાનાતિ ‘તે’ રાગ કરે છે કે નથી કરતો, કોણ જાણે? એટલે કે ઇ રાગ કરતો નથી. આહાહા..! તે વખતે પણ રાગ સંબંધી અને દેહ સંબંધી જે ક્રિયા થાય તેને જ્ઞાતા તેના જ્ઞાનરૂપે પરિણમે છે, તે તેનું કાર્ય છે. આહાહા..! સમજાણું કાંઈ?
'
પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે [ अस्य अपि कुतः अपि किंचित् अपि तत् વર્ગ અવશેન આપતેત્ 1 ‘તેને (જ્ઞાનીને) પણ કોઈ કા૨ણે કાંઈક એવું...’ રાગ ‘અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે.’ આહાહા..! [તસ્મિન્ આપતિતે જી તે રાગ આવી પડ્યો. આહાહા..! તે આવી પડતાં પણ...' [અરુમ્પ-પરમ-જ્ઞાનસ્વમાવે સ્થિતઃ જ્ઞાન] દેખો! આહાહા..! તે ક્ષણે પણ જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે...’ આહાહા..! એ રાગમાં સ્થિત નથી, રાગની, દેહની ક્રિયા (થાય) એમાં સ્થિત નથી. તે સંબંધીનું અહીં જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં સ્થિત છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..!
ભોગ નથી, ભોગ છોડ્યા છે અને ત્યાગી થયો છે તે રાગનો ત્યાગી છે કે નહિ, તને શી ખબર પડે? તું તો બહા૨ની જોવે છે કે, આ ત્યાગી છે. પણ અંદર રાગનો રસ ચડ્યો છે. દયા, દાન, વ્રતાદિના પરિણામનો રસ ચડ્યો છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! ‘ગૃહસ્થો મોળમયો આવે છે ને? રત્નકદંડ શ્રાવકાચાર’. ગૃહસ્થાશ્રમમાં પણ સમકિતી મોક્ષમાર્ગે છે અને ત્યાગી છે એ પણ રાગના ૨સવાળા છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહા..! ‘અળવારો મોહી” રત્નકદંડ શ્રાવકાચાર'માં આવે છે. કયાં ગયા? પંડિતજી. અણગાર હોય છતાં રાગના રસમાં પ્રેમ છે એ વ્રત ને તપ ને ભક્તિનો વિકલ્પ છે, તેનો રસ છે (તો એ) મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! અને ગૃહસ્થાશ્રમમાં આત્માના જ્ઞાનના ૨સ જેને ચડ્યા છે એ ભલે ભોગમાં દેખાય, પણ એ ભોગમાં છે કે નહિ એ તને શી ખબર પડે? એ તો જ્ઞાન કરે છે ત્યાં. એ વખતનું ટાણું એનું એ સમયનું તે પ્રકારના જ્ઞાનને જાણે, એવી જ્ઞાનની અવસ્થા તેને થાય છે. આહાહા..! આ નિર્જરા અધિકાર’ છે. સમજાણું કાંઈ? આહાહા..!
એ અકંપ જ્ઞાનસ્વભાવમાં સ્થિત એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા, એના જ્ઞાનમાં ને એની પ્રતીતિમાં એકાકાર છે એને ભોગ ને રાગનું જ્ઞાન છે. એ જ્ઞાન પણ પોતાને કા૨ણે થયેલું છે. ભોગ અને ક્રિયાની ક્રિયા છે માટે તેનું અહીં થયું, એમ નહિ. તે કાળે પણ