________________
શ્લોક-૧૫૩
૪૧૯ ખરેખર તો આ શરીરની અવસ્થા થાય છે એ વિશ્વમાં જાય છે. એ અવસ્થાનું અહીં જ્ઞાન થાય છે. એ અવસ્થા ગમે તેવી હોય. સમજાય છે? એનું અહીં જ્ઞાન થાય છે. વિશ્વનું અને શબ્દબ્રહ્મનું જેમ જ્ઞાન થાય, કીધું ને? તો વિશ્વમાં આ શરીરની અવસ્થા રોગની હોય, ગમે તે હો. આહાહા..! જ્ઞાનીને તો જ્ઞાનમાં તે અવસ્થા જાણવાનો જ્ઞાનનો પર્યાય એવડો જ હોય. એ એને જાણે. આહાહા...! સમજાણું કાંઈ? એને એમ નથી કે, આ શરીર આવું છે માટે મને નુકસાન છે. હું તો તેનો જાણનાર છું. તેનો અધિષ્ઠાતા છું. આહાહા...!
શરીરની અવસ્થા–દેહની અવસ્થા, ભોગની અવસ્થા... આહાહા...! એ બધું વિશ્વ છે. એને તો હું જાણનારો છું, કરનારો નહિ. લોકોને એમ દેખાય કે, આ તો કરે છે ને? તો અહીં મુનિરાજ કહે છે કે, એ કરે છે કે નથી કરતો? કરે છે એવી પ્રતીત અમે માનતા નથી. પ્રસનભાઈ આવું ક્યાં છે? ત્યાં ક્યાંય છે? આહાહા...! મહેન્દ્રભાઈ તો ત્યાં સલવાઈ ગયા છે, પૈસામાં. આહાહા...! આવી વાતું, બાપા! ત્રણલોકનો નાથ ભગવાનની વાણી છે આ. સંતોની વાણી એ ભગવાનની જ વાણી છે). ભગવાન તુલ્ય જ આ સંતો છે. આહાહા..! એ પોતે ભગવાન પોતે છે. એ એમ કહે છે કે, ધર્મી જ્ઞાનના રસ જેને ચડ્યા છે, જેને આત્મદર્શન થયા છે એ દર્શનવાળો જીવ રાગને ભોગવે છે કે નથી ભોગવતો એ કોણ જાણે? તને શી ખબર પડે. છે? “વું તે અથ વિ જ યુક્ત કરે છે કે નથી કરતો? કર્મ ‘તિ : નાનાતિ કોણ જાણે? તને ખબર છે? આહાહા...!
પુત્ર જુવાન હોય અને માતા પણ ચાલીસ વર્ષની જુવાન હોય, દીકરો વીસ વર્ષનો જુવાન (હોય). માતા ન્હાતી હોય અને શરીર નગ્ન હોય, ખાટલો આડો રાખીને ન્હાય છે ને? હવે એમાં ઊભી થઈ ને છોકરાની નજર ગઈ તો એ નજરે જોવે છે કે નથી જોતો? કહે કોણ? કહે છે. એ રીતે જોવે? માતાની નગ્ન દશાને દીકરો જોવે? પણ આંખ તો એની આમ ગઈ છે. મારી જનેતા, હું એના કુખમાં સવા નવ મહિના રહ્યો, મારી માતા (છે) એને નગ્ન હું કેમ જોઉં? આહાહા..! એની નજરું આમ ગઈ છતાં ઈ એને જોતો નથી, કહે છે. એમ ધર્મી રાગમાં આવી ગયો છતાં રાગને કરતો ને ભોગવતો નથી. આહાહા...! માંગીલાલજી” આવી વાતું કયાંય સાંભળવા મળે એવું નથી અત્યારે, બાપા! આવી વાતું છે. આહાહા.. જેના એક એક વચનો, એક એક ભાવ. આહાહા.! એની કિમત શું? આહાહા..!
મુનિરાજ “અમૃતચંદ્રાચાર્ય. તીર્થકર જેવું કામ કુંદકુંદાચાર્યે પંચમઆરામાં કર્યું અને ‘અમૃતચંદ્રાચાર્યે એના ગણધર જેવું કામ કર્યું, એ મુનિરાજ એમ કહે છે, પ્રભુ! સમ્યગ્દષ્ટિ
જીવ જેને આત્માના રસ ચડ્યા છે, આહાહા...! એ આ ભોગ વખતે રાગના રસમાં છે કે નહિ, રાગ કરે છે કે ભોગવે છે કે નહિ, કોણ જાણે? તને શી ખબર પડે. એ તો તે ટાણે પણ જાણનાર-દેખનાર રહે છે. આહાહા...! કારણ કે, એ વિશ્વનો. એ તો આવી