________________
૪૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નાનો, નાની ઉંમર. અને પાત્ર કહે ને? શ્વેતાંબર તો માને ને? મુનિને પાત્રા-બાત્રા હોય નહિ, પણ એ લોકો પાત્ર લઈને એના ગુરુ સાથે બહાર દિશાએ ગયા. બહાર ગયા ત્યાં વરસાદ આવ્યો. વરસાદ આવ્યો તો એટલું બધું પાણી ચાલે. એમાં સાધુ બાળક ખરો ને, એટલે જરી ધૂળની પાળ બાંધી અને પાણી ભેગું કર્યું અને પાત્ર એમાં મૂક્યું. આવું આવે છે, “ભગવતી સૂત્રમાં આવે છે. છે ને, બધું વાંચ્યું છે ને. “ભગવતી સૂત્ર” સોળ હજાર શ્લોક અને સવા લાખ ટીકા, સત્તર વાર વાંચ્યું છે. આહાહા...! પછી ત્યાં બોલે છે, “નાવ તરે રે મોરી નાવ તરે, મુનિવર જળ શું ખેલ કરે, એ મોહકર્મના એ ચાળા આહા. “મુનિવર નાનડિયા એ બાળા'. બાળક મુનિ છે એ નાવમાં આમ કરે છે, “મારી નાવ તરે છે, એ મોહના ચાળા” પણ મુનિને એ હોય જ નહિ. મુનિને પાત્ર જ હોય નહિ. પાત્ર રાખે એ મુનિ નહિ. આહાહા...!
આવી વાત એમાં ‘ભગવતીમાં કલ્પિત વાતું બધી, શ્વેતાંબર સાધુએ દિગંબરમાંથી નીકળીને આવા કલ્પિત શાસ્ત્રો બનાવ્યા. પ્રભુ... પ્રભુ! લોકોને દુઃખ લાગે એવું છે, હોં! હૈ? કારણ કે અહીં તો બધું જોયું છે ને. ૪૫ વર્ષ તો શ્વેતાંબરમાં રહ્યા. કરોડો શ્લોકો, કરોડો શ્લોકો! આખો ધંધો જ (ઈ કર્યો છે). દુકાન ઉપર હતો તોય હું તો વાંચતો. અમારે “શીવલાલભાઈ હતા ઇ બેસે. હું તો છે જ્યારે થડે બેસે (ત્યારે) હું તો અંદર શાસ્ત્ર વાંચું. ૧૮-૧૯ વર્ષની ઉંમરથી, હોં! આ શ્વેતાંબરના શાસ્ત્રો છે ને? “દશવૈકાલિક', “ઉત્તરાધ્યયન', ‘આચારંગ” એ બધા દુકાન ઉપર વાંચેલા. ૭૦ વર્ષ પહેલા. આ વાત એમાં નહિ, બાપુ! આહાહા.! એમાં આવી વાત નાખી. સાધુ થઈને પાણીમાં પાત્રી નાખે અને આ મોહકર્મના ચાળા (કહે).
મુમુક્ષુ :- પાત્રાને સિદ્ધ કરવું છે.
ઉત્તર :- પાત્રાને સિદ્ધ કરવું છે અને પાછું એ સાધુ જોવે છે એટલે સાધુ એકદમ ભગવાન પાસે જાય છે, “મહારાજા આ.” “અરે.. તમે એની ઓલી ન કરશો, એ આ ભવમાં મોક્ષ જનાર છે.” આવી વાત. આવો પાઠ છે, “ભગવતી'માં છે. સાધુને એમ થયું કે, આ પાણીને આમ કરે છે ને આપણે હવે એને અડાય નહિ. માટે એને છોડીને ભગવાન પાસે ગયા, ભગવાનને કહે, ‘આ રાજકુમાર.” (ભગવાન કહે છે, “એ તમે એની ગ્લાનિ ન કરો. એ તો આ ભવમાં મોક્ષ જનાર છે.” પણ આવી ક્રિયા કરે છે ને!
મુમુક્ષુ :- મોક્ષ જનાર હોય પછી ક્રિયા આવી થઈ જાય ને?
ઉત્તર :- પણ મોક્ષ જનાર એટલે એની આવી ક્રિયા ક્યાં હતી? એ તો એકલી પાપની ક્રિયા. સાધુ કે દિ રહ્યો? બહુ આકરું. આહાહા.!
અહીં કહે છે, ધર્મીજીવ, જેને આત્માના જ્ઞાનરસ ચડ્યા છે, સમકિતના રસ જેને ચડ્યા છે, એ રાગના ભોગમાં રંગાય છે કે નહિ? એ રાગ કરે છે કે નહિ? કેમ અમે પ્રતીત કરીએ? એ તો તે વખતે જ્ઞાન કરે છે, કહે છે. આહાહા...! એ તો બપોરે આવ્યું નહિ?