________________
શ્લોક-૧૫૩
૪૧૭
શ્લોક-૧૫૩ ઉપર પ્રવચન
તો
હવે, જેને ફળની વાંછી નથી તે કર્મ શા માટે કરે? એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે -' ફળ નથી જોઈતું) તો ભોગવે છે. શું કરવા? સાંભળ, ભાઈ!
(શહૂર્તવિહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं कित्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।१५३।। આહાહા...! યેન નં ત્યવર્ત સ: વર્ષ પુરુતે તિ વય ને પ્રતીમ: જેણે કર્મનું ફળ છોડયું છે.” આહાહા.! રાગના ફળનું રંગતપણું અને એના ફળનું મળવું સંયોગ, (એ) છોડી દીધું છે, આહાહા.! અને જેને આત્માના રંગના રસ ચડ્યા છે. આહાહા...! રાગથી ભિન્ન કરીને જેને ભેદજ્ઞાન થયા છે, આહાહા.! એ ભેદજ્ઞાની જીવ... આહાહા...! (તેણે) કર્મફળ છોડ્યું છે. એ રાગથી ભિન્ન પડ્યો છે તેથી રાગનું ફળ મળે અને રાગ મારો છે એવી દૃષ્ટિ એને છૂટી ગઈ છે. ભારે વાતું. “કાંતિભાઈ! ત્યાં તમારે ત્યાં બધું ચાલે છે, અપવાસ કરો ને આ કરો. ભારે કામ કર્યું, હોં. તમે બહુ સારું કર્યું. આહાહા...! અહીં મૂકીને આવ્યા છે, મહિના, સવા મહિનાથી પડ્યા છે. સવા મહિનો થયો? કેટલા થયા? મહિનો, સવા મહિનો થયો? મહિનો. સારું કર્યું. ત્યાં પ્રમુખ છે. બાપુ! માર્ગ આ છે, ભાઈ! આહા! એ સંપ્રદાયમાં તો એની વાતું ન મળે, ભાઈ! આહા!
કહે છે, જેણે રાગના ફળ ને રાગમાં સુખબુદ્ધિને ઊડાડી દીધી છે. આહા! જેણે આત્માના જ્ઞાનના સુખબુદ્ધિમાં રસ ચડી ગયા છે, આહા...! તેણે) “કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે.' છે, એ રાગ કરે છે અને રાગ ભોગવે છે “એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. આહાહા.! અમને તો એ વાત બેસતી નથી, કહે છે. મુનિની વાત કહે છે. આહાહા.! શું કહ્યું છે? કે, જેને દયા, દાન, વ્રતાદિના પરિણામનો રસ છૂટી ગયો છે, એનું ફળ મને સુખ છે કે આને ભોગવું છું માટે મને સુખ મળશે, એ દૃષ્ટિ જેની છૂટી ગઈ છે, આહાહા...! અને જેને ભગવાન જ્ઞાતૃતત્ત્વ, એનો જેને રસ ચડ્યો છે તે કર્મ કરે છે ને ભોગવે છે કે નહિ, કોણ જાણે? અમે તો માનતા નથી, કહે છે. આહાહા...!
શ્વેતાંબરમાં એક આવે છે, “અયવંતોકુમારની વાત. “અયવંતોકુમાર “ભગવતીમાં આવે છે. છે કલ્પિત વાત, પણ એ નાની ઉંમરમાં સાધુ થયો. બાળક હતો, રાજકુમાર. બાળક