________________
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( શ્લોક-૧૫૩
(શહૂર્તવિક્રીડિત). त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं कित्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।१५३।।
હવે, જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?’ એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ - [ ચેન ને ત્યાં : ” કુત્તે તિ વયં ન પ્રતીમઃ ] જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. [ — ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે - [ મરચ કપ : કપિ વિવિદ્ ગપિ તત્ કર્મ અવશેન કાપતેત્] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે તેના વશ વિના) આવી પડે છે. [ તરિક્ષન્ સાપતિ તુ ] તે આવી પડતાં પણ, [ ૫-પરમ-જ્ઞાનસ્વમાવે સ્થિતઃ જ્ઞાની ] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [ ક ] કર્મ [ વિ ગુરુતે ૩થ વિ૬ ને તે ] કરે છે કે નથી કરતો [ રૂતિ વ: નાનાતિ ] તે કોણ જાણે?
ભાવાર્થ :- જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજજવળ છે. તે ઉજજવળતાને તેઓ જ -જ્ઞાનીઓ જ જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાદૃષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧૫૩.